Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

અમદાવાદ શહેરમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની મળી ધમકી

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૨૫
શહેર પોલીસને એક નનામી પત્ર મળ્યો છે. જેમાં ૨૬મી જાન્યુઆરી એટલે આવતીકાલે બ્લાસ્ટ અંગેની ધમકી આપવામાં આવી છે. કાલુપુર રેલ્વે સ્ટેશન અને ગીતા મંદિર સ્ટેશનમાં બ્લાસ્ટ કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહત્વની વાત છે કે આ પત્રને અમદાવાદના એક પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવ્યો છે. આ પત્ર હિન્દી ભાષામાં લખવામાં આવ્યો છે. જેને લઇ અમદાવાદ શહેર પોલીસ પણ દોડતી થઇ ગઈ છે. હાલ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ અને અન્ય એજન્સીઓ પણ એલર્ટ થઇ ગઈ છે. હાલ એક હાઈ લેવલ બેઠક પણ કરવામાં આવી છે. જેમાં અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સિનિયર અધિકારીઓની એક ટીમ બનાવવામાં આવી છે.મળતી વિગતો પ્રમાણે હાલ પોલીસ દ્વારા પત્રને લઈને તપાસનો ધમધમાટ વધારી દેવામાં આવ્યો છે. પત્રને મોકલનાર અંગે થઇ પોલીસCCTV અને અન્ય ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ કરી રહી છે. તો બીજી તરફ પોલીસે ગીતા મંદિર અને કાલુપુર રેલ્વે સ્ટેશન પણ સઘન ચેકિંગ પણ હાથ ધર્યું છે. જેમાં બોમ્બ સ્કોડ, ડોગ સ્કોડ અને અન્ય આધુનિક સાધનોની મદદથી મુસાફરોના સામનની સાથે આસપાસમાં રહેલા વાહનો અને કચરા પેટીમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જયારે અન્ય ટીમો પત્ર મોકલનાર કોણ છે તે અંગે તપાસ કરી રહી છે. જાેકે મહત્વનું છે કે અમદાવાદનું કાલુપુર રેલ્વે સ્ટેશન અને ગીતા મંદિર બસ સ્ટેશન સૌથી ભરચક માનવામાં આવે છે. બન્ને જગ્યાએ મુસાફરોનો ધસારો પણ દિવસ અને રાત્રી દરમિયાન ખુબજ રહેતો હોય છે. જેથી અમદાવાદ શહેર પોલીસે શહેરના તમામ પોલીસ સ્ટેશન અને તમામ એજન્સીઓને સઘન ચેકિંગ કરવા સુચના આપી દેવામાં આવી છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે નનામી પત્રને લઇ ગુજરાત ATS પણ તપાસમાં જાેડાઈ છે. હાલ પોલીસ પત્ર મોકલનાર કોણ છે તે અંગે અમદાવાદ શહેરના તમામ CCTV ફેંદી રહી છે. જાેકે આવતીકાલે ૨૬મી જાન્યુઆરી છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન થાય તે માટે થઇ પોલીસ એલર્ટ જાેવા મળી રહી છે.

Related posts

પીએમએ ૩૮ લાખ વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમના માધ્યમથી સંવાદ

saveragujarat

મોંઘવારી, બેરોજગારી અને જીવનજરૂરિયાત વસ્તુઓ પર જીએસટીમાં વૃદ્ધિને લઇને રામલીલા મેદાનમાં કોંગ્રેસની રેલી યોજાઇ

saveragujarat

RBIએ ૫૦૦ની નોટો ગાયબ થવાના સમાચાર પર કરી સ્પષ્ટતા

saveragujarat

Leave a Comment