Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

રિવરફ્રન્ટ ખાતે ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનો પ્રારંભ

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૮
અમદાવાદમાં ફરી એકવાર ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ યોજાયો છે. રિવરફ્રન્ટ ખાતે ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ ૨૦૨૩ શરુ થઈ ચૂક્યો છે. આ વર્ષનો ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ ય્૨૦ સમિટની થીમ પર યોજાયો છે. આજે સવારે આઠ વાગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. આ પતંગ મહોત્વસ આગામી ૧૪ જાન્યુઆરી સુધી યોજાશે. આ પતંગ મહોત્સવમાં દેશ વિદેશના પતંગબાજાે જાેડાયા છે. આ વર્ષે અંદાજે ૫૬ દેશનો પતંગબાજાે ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલમાં જાેડાયા છે. મહત્વનું છે કે, ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલની શરુઆત વખતે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. અહીં વિવિધ પ્રકારના નાના મોટા પતંગો જાેવા મળ્યા હતા.સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ઈન્ટરનેશલ કાઈટ ફેસ્ટિવલનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આજે સવારે આઠ વાગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ઈન્ટરનેશલ કાઈટ ફેસ્ટિવલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. ત્યારે આ મહોત્વને માણવા માટે લોકોની ભીડ પણ ઉમટી હતી. આ પતંગ મહોત્સવ આગામી ૧૪મી જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણ સુધી ચાલશે. આ વર્ષનો ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ ય્૨૦ સમિટની થીમ પર યોજાયો છે. આ ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલમાં અંદાજે ૫૬ દેશોના ૧૨૬ પતંગબાજાે, ૧૪ રાજ્યના ૬૫ પતંગબાજાે અને ગુજરાતના ૨૨ શહેરોના ૬૬૦ પતંગબાજાે જાેડાશે.ગુજરાત પ્રવાસન વિભાગ આ વર્ષે નવો રેકોર્ડ સર્જવાની તૈયારી કરી છે. જેમાં વિવિધ દેશોના પતંગબાજાે દ્વારા એક સાથે પતંગ ઉડાવવાના ગિનીઝ વર્લ્ડ રેકોર્ડનો પ્રયાસ પણ હાથ ધરવામા આવશે. મહત્વનુ છે કે, દર વર્ષની જેમ વિવિધ પ્રવાસન અને યાત્રાધામના સ્થળોએ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૯ જાન્યુઆરીના રોજએ વડોદરા અને વડનગરમાં, ૧૦ જાન્યુઆરીના રોજ કેવડિયા કોલોની અને નર્મદા, ૧૧ જાન્યુઆરીના રોજ સુરત અને સોમનાથ, ૧૨ જાન્યુઆરીના રોજ રાજકોટ અને ધોલેરા, ૧૩ જાન્યુઆરીના રોજ સફેદ રણ-ઘોરડો-કચ્છ ખાતે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

Related posts

રખડતા ઢોરની જવાબદારી માલધારીની જ: હાઈકોર્ટ નો આદેશ

saveragujarat

મોદી સાહેબે ૩૭૦ની કલમને કલમના એક જ ઝાટકે સમાપ્ત કરીઃઅમિત શાહ

saveragujarat

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની અડફેટે અમદાવાદની ૫૪ વર્ષીય મહિલાનું મૃત્ય

saveragujarat

Leave a Comment