Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

પાંચ વર્ષમાં સૌથી ઓછો દંડ વર્ષ ૨૦૨૨માં વસૂલ કરાયો

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૭
પાછલા પાંચ વર્ષમાં અમદાવાદીઓએ વર્ષ ૨૦૨૨માં સૌથી ઓછો ટ્રાફિક દંડ ભર્યો છે. દંડની રકમ ઘટવાનો અહેવાલ વાંચીને કોઈ પણ વ્યક્તિ પહેલા તો રાહત અનુભવશે કે, આખરે અમદાવાદીઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરતા થઈ ગયા છે. તેઓ હવે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન નથી કરતા માટે, દંડ ભરવાનો વારો પણ નહીં આવ્યો હતો. પરંતુ એક શક્યતા એવી પણ છે કે આ વર્ષ ચૂંટણીનું વર્ષ હોવાને કારણે ટ્રાફિક પોલીસે નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકો પ્રત્યે પણ રહેમદીલી દર્શાવી હતી.અમદાવાદ શહેરના ટ્રાફિક પોલીસ વિભાગ પાસેથી પ્રાપ્ત જાણકારી અનુસાર, શહેરમાં વર્ષ ૨૦૨૨માં નિયમોનું ઉલ્લંઘન કરવાના ૨.૧૨ લાખ કેસ રજિસ્ટર થયા હતા. વર્ષ ૨૦૨૧માં આ આંકડો ૩.૬૭ લાખ હતો. ટૂંકમાં કહી શકાય કે એક વર્ષમાં કેસની સંખ્યામાં ૪૨ ટકાથી પણ વધારે ઘટાડો નોંધાયો છે.વર્ષ ૨૦૨૧માં નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકો પાસેથી ૧૮.૫૪ કરોડ રુપિયા વસૂલવામાં આવ્યા હતા જ્યારે વર્ષ ૨૦૨૨માં ૧૦.૮૩ કરોડ રુપિયા એકત્રિત કરવામાં આવ્યા છે.રસપ્રદ બાબત એ છે કે, વર્ષ ૨૦૨૨ના પ્રથમ છ મહિનાઓમાં રજિસ્ટર થયેલા કેસની વાત કરીએ તો દર મહિને સરેરાશ ૨૦,૦૦૦ કેસ નોંધાતા હતા અને દંડ તરીકે ઓછામાં ઓછા ૧ કરોડ રુપિયા વસૂલવામાં આવ્યા હતા. જુલાઈ અને ઓક્ટોબર મહિના દરમિયાન આ કેસની સંખ્યામાં ઘટાડો જાેવા મળ્યો. આ દરમિયાન પોલીસે માત્ર ૧૮૬૫૯ કેસ જ દાખલ કર્યા હતા. નવેમ્બર મહિનામાં આ આંકડો ઘડીને ૯૪૫૯ થઈ ગયો હતો. નોંધનીય છે કે આ સમયે વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ હતી અને પ્રચાર જાેરશોરથી ચાલી રહ્યો હતો.વર્ષ ૨૦૨૨માં સૌથી વધારે કેસ સીટબેલ્ટના નોંધાયા છે. ટ્રાફિક પોલિસે આ સીટ બેલ્ટ ના પહેરવા બાબતે ૮૦૩૧૨ કેસ રજિસ્ટર કર્યા હતા અને લગભગ ૪.૦૧ કરોડ રુપિયા દંડ વસૂલ્યો હતો. જ્યારે ગત વર્ષમાં આ પ્રકારના ૭૨,૮૯૬ કેસ નોંધાયા હતા. સીટબેલ્ટ પછી સૌથી વધારે કેસ ગેરકાયદેસર પાર્કિંગના નોંધાયા છે. પોલીસે વર્ષ ૨૦૨૨માં પાર્કિંગને લગતા ૧૭,૦૮૯ કેસ નોંધ્યા છે અને દંડ તરીકે ૮૫.૭૧ લાખ રુપિયા મેળવ્યા છે.૨૧મી ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ ગુજરાત રાજ્યના ગૃહ મંત્રીએ જાહેરાત કરી હતી કે દિવાળીના અઠવાડિયામાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકોને દંડ ફટકારવામાં નહીં આવે. નામ જાહેર ન કરવાની શરતે એક ટ્રાફિક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ૨૧થી ૨૮ ઓક્ટોબર સુધી પાર્કિંગના નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકો પાસેથી પણ દંડ લેવામાં નહોતો આવ્યો.તેમણે વધુમાં જણાવ્યું કે, ડિસેમ્બર મહિનામાં ચૂંટણીનો અંત આવ્યો તેમ છતાં ટ્રાફિક પોલીસનું વલણ હળવુ જ રહ્યુ હતું. ચૂંટણી પહેલા ટ્રાફિક પોલીસ લોકો સાથે કડકાઈપૂર્વક વ્યવહાર નહોતો કરી રહી. રાજ્ય સરકારે પણ સ્પષ્ટપણે જાહેરાત કરી હતી કે દિવાળી દરમિયાન દંડ ફટકારવામાં નહીં આવે, અને દિવાળી ચૂંટણીની જાહેરાત થઈ તે પહેલા જ હતી.

Related posts

ઓસ્ટ્રેલિયા ખાતે શ્રી ઘનશ્યામ મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની પરમ ઉલ્લાસભેર ભવ્ય ઓપનીંગ સેરેમની

saveragujarat

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી

saveragujarat

મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ સરકારના મંત્રીઓની કરાઈ ખાતાની ફાળવણી, જાણો ક્યાં મંત્રીઓને ક્યું ખાતું સોંપવામાં આવ્યું…

saveragujarat

Leave a Comment