Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ઉત્તરના ઠંડા પવનો ગુજરાત બાજુ ફંટાતા ઠંડી વધી રહી છે

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૨૫
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ઉત્તરના પવનોને કારણે હજુ પણ ઠંડીનો પારો ગગડશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. જ્યારે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે એક આગાહી કરી છે કે ૨૫ ડિસેમ્બર બાદ ઠંડીનું જાેર વધશે. ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાના પગલે ઠંડી વધી છે.
ગુજરાતમાં છેલ્લાં ૨૪ કલાકમાં રાજ્યના ૧૪ શહેરોમાં પારો ૧૫ ડિગ્રીથી નીચે નોંધાયો છે. અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે, ૨૫ ડિસેમ્બર બાદ ઠંડીનું જાેર વધશે.
ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાના પગલે ઠંડી વધી છે. ગુજરાતમાં ૦૯ શહેરોમાં ૧૧ ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે. ઉત્તરના પવનોને કારણે રાજ્યમાં હજુ પણ ઠંડીનો પારો ગગડશે. ડિસેમ્બરના અંતમાં ઠંડીના જબરદસ્ત ચમકારાનો અહેસાસ થવા લાગ્યો છે. રાજ્યમાં ઠંડીનો ચમકારો વધતા લોકો તાપણું કરી લઈ રહ્યા છે, સાથે જ લોકો શિયાળાની શીત લહેરની મજા પણ માણી રહ્યા છે. ઉત્તરના ઠંડા પવનો ગુજરાત બાજુ ફંટાતા ઠંડી વધી રહી છે. રાજ્યમાં ૧૫ કિમીની ઝડપે ઠંડા પવનો ફુંકાતા ઠંડીનો ચમકારો જાેવા મળી રહ્યો છે. રાજ્યમાં હજુ પણ તાપમાનનો પારો ગગડશે. ઉત્તરના પવનોને કારણે હજુ પણ ઠંડીનો ચમકારો વધશે. આગામી સપ્તાહે હજુ બે-ત્રણ ડિગ્રી સુધી ઠંડીનો પારો ગગડશે. હવામાન વિભાગે આગામી ૨ દિવસ નલિયા અને કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. ૧૪ શહેરોમાં તાપમાનનો પારો ૧૫ ડિગ્રીની નીચે પહોંચી ગયો છે, જ્યારે નલિયા, ડીસા ૮ ડિગ્રી સાથે સૌથી ઠંડા શહેરો બન્યા છે. ભુજમાં ૧૨, નલિયામાં ૮, કંડલામાં ૮, ભાવનગરમાં ૧૩, પોરબંદરમાં ૧૨, રાજકોટમાં ૧૦, વેરાવળમાં ૧૪, દીવમાં ૧૧, સુરેન્દ્રનગરમાં ૧૧, મહુવામાં ૧૦, ડીસામાં ૧૦, ગાંધીનગરમાં ૯, વડોદરામાં ૧૧, સુરતમાં ૧૫ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે.ગુજરાતમાં ઠંડા પવનોને કારણે શીતલહેર નું મોજું ફરી વળ્યું છે. સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ઠંડીએ તેનો અસલ મિજાજ બતાવવાનો શરૂ કરી દીધો છે. જેથી શહેરીજનો દિવસભર ઠૂંઠવાયા હતા. ઉત્તર પર્વતીય દેશોમાં હિમવર્ષાની શકયતાને પગલે આગામી દિવસોમાં રાજ્યમાં હાડ થીજવતી ઠંડીની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને ડિસેમ્બરના અંતમાં વધુ ઠંડી પડવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે.શનિવારે સવારે ઠંડીએ અસલી મિજાજ બતાવ્યો હતો. ઠંડા પવનોને પગલે ગુજરાતીઓ બરાબર ઠૂંઠવાયા છે. લોકો સવારથી ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રો પહેરીને ફરતા જાેવા મળ્યા હતા. કાશ્મીર સહિતના પહાડી વિસ્તારોમાં બરફ વર્ષા છતાં તેના ઠંડા પવનો ગુજરાત તરફ આવતા ઠંડી જમાવટ કરી રહી હતી.

Related posts

CBIએ અમદાવાદમાં રેલવે અધિકારીની લાંચના કેસમાં ધરપકડ કરી છે-15 લાખના કથીત ભ્રષ્ટાચારનો મામલો

saveragujarat

તારક મહેતા ના નટુકાકા ઉર્ફે “ઘનશ્યામ નાયક” નું 77 વર્ષની ઉંમરે થયું દુનિયાને કહ્યું અલવિદા…

saveragujarat

અમદાવાદમાં ડ્રગ્સનું વેચાણ કરતાં બે શખ્સોને ૨૧ ગ્રામ એમડી ડ્રગ્સ સહિત ૭.૫૯ લાખની રોકડ સાથે ઝડપાયાં

saveragujarat

Leave a Comment