Savera Gujarat
તાજા સમાચારભારતમનોરંજનરાજકીય

તારક મહેતા ના નટુકાકા ઉર્ફે “ઘનશ્યામ નાયક” નું 77 વર્ષની ઉંમરે થયું દુનિયાને કહ્યું અલવિદા…

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નટુ કાકા એટલે કે ઘનશ્યામ નાયકનું નિધન થયું છે. લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા. અભિનેતાએ 77 વર્ષની ઉંમરે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા છે. અભિનેતા ઘનશ્યામ નાયકે થિયેટર ઉપરાંત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે.

તારક મહેતાના ઘનશ્યામ નાયકનો જન્મ 12 મે, 1945 ના રોજ મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના ઊંઢાઈ ગામમાં થયો હતો. તેને બાળપણથી જ એક્ટિંગનો શોખ હતો અને તેણે ભવાઈમાં એક મહિલાની ભૂમિકા પણ ભજવી હતી. જે બાદ તેણે મુંબઈ જય રામલીલામાં બાળ કલાકાર તરીકે કામ કરવાનું શરૂ કર્યું.

મીડિયા સાથેની વાતચીતમાં તેમના પુત્ર વિકાસ નાયકે કહ્યું, “પપ્પાની તબિયત સારી છે. પહેલા કરતા ઘણું સારું છે, પરંતુ હવે તેમને વધુ આરામની જરૂર છે. તેથી જ તેઓ આ શોનું શૂટિંગ કરી શકતા નથી. એવું નથી કે તેમણે શૂટિંગ જ બંધ કરી દીધું. .

ઉલ્લેખનીય છે કે ‘તારક મહેતા ’ ફેન ક્લબે સોશિયલ મીડિયામાં 77 વર્ષીય ઘનશ્યામ નાયકની બે તસવીરો શેર કરી હતી. ઘનશ્યામ નાયકે આ ફોટોમાં ઘણું વજન ઘટાડ્યું છે. વધુમાં, તેનું મો જમણી બાજુથી સહેજ ત્રાંસુ થઈ ગયું હોય તેમ જોવા મળે છે.

Related posts

Ukમાં MBA કરતી પત્નીની છાતીમાં ચાકૂમારી ઘાતકી હત્યા કરી

saveragujarat

હોળીના રંગોત્સવ પર્વમાં શ્રી પુરુષોતમ પ્રિયદાસજી મહારાજનો ૬૦મો દિક્ષા મહોત્સવ ઉજવાયો

saveragujarat

સીજેઆઈ ચંદ્રચૂડ બંને પુત્રીને લઈને સુપ્રીમ કોર્ટમાં પહોંચી

saveragujarat

Leave a Comment