Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટમાં ભારતે શાનદાર જીત મેળવી

ઢાકા, તા.૨૫
ભારત અને બાંગ્લાદેશ સિરીઝની અંતિમ મેચ ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. ઢાકા ટેસ્ટ ને ભારતે ૩ વિકેટે જીતી લીધી છે. આ સાથે જ ભારતે ૨-૦ થી ટેસ્ટ સિરીઝ પણ જીતી લીધી હતી. આ પહેલા ભારતે બાંગ્લાદેશને ચટગાંવ ટેસ્ટમાં ૧૮૮ રનથી હાર આપી હતી. બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ પંસદ કરી હતી. જાેકે પ્રથમ ઈનીંગમાં બાંગ્લાદેશે ૨૨૭ રન નોંધાવ્યા હતા. જ્યારે બીજી ઈનીંગમાં ૨૩૧ રન નોંધાવ્યા હતા. ભારતે ૮૭ રનની સરસાઈ સાથે બાંગ્લાદેશ સામે ૧૪૫ રનનુ લક્ષ્ય મેળવ્યુ હતુ. જેનો પિછો કરતા ભારતીય ટીમની સ્થિતી મુશ્કેલ બની ગઈ હતી. ભારતની શરુઆત ખરાબ રહી હતી, જેને લઈ મેચ રોમાંચક સ્થિતીમાં આવી ચુકી હતી.જાેકે રવિચંદ્રન અશ્વિન અને શ્રેયસ અય્યરે શાનદાર રમત દર્શાવી હતી, જે ટોપ ઓર્ડરના મહત્વના ખેલાડીઓ નહોતા દર્શાવી શક્યા જેને લઈ ભારતે રોમાંચક મેચને ૩ વિકેટ બાકી રહેતા જીતી લીધી હતી. છેલ્લા ૭ વર્ષથી ચાલ્યા આવતા રેકોર્ડ મુજબ ચોથી ઈનીંગમાં ભારતીય ટીમ આ પહેલા માત્ર એક જ વાર ૧૪૦ કે તેથી વધારેના લક્ષ્યને પાર કરવામાં સફળ રહી હતી.અશ્વિન અને અય્યર વચ્ચે ૭૧ રનની ભાગીદી ૧૦૫ બોલનો સામનો કરીને નોંધાઈ હતી. ભારતીય ટીમનો ટોપ ઓર્ડર શુભમન ગિલ, કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા અને વિરાટ કોહલી ઝડપથી પેવેલિયન પરત ફર્યા હતા. ટોપ ઓર્ડરના ફ્લોપ શોને લઈ ભારતીય ટીમ ફરી એકવાર આસાન સ્કોર સામે મુશ્કેલીમાં મુકાઈ હતી. અશ્વિને ૬૨ બોલનો સામનો કરીને ૪૨ રન નોંધાવ્યા હતા. જે ભારતીય ટીમ તરફથી બીજી ઈનીંગમાં સૌથી વધુ હતા. આ દરમિયાન તેણે ૪ ચોગ્ગા અને ૧ છગ્ગો પણ ફટકાર્યો હતો. અશ્વિને બોલથી પણ કમાલ કરતા ૬ વિકેટ ઢાકા ટેસ્ટમાં ઝડપી હતી. ૭૪ રનના સ્કોર પર ભારતે ૭ વિકેટ ગુમાવી દીધી હતી. ચોથા દિવસની રમતની શરુઆત કરી હતી, ત્યારે ભારતનો સ્કોર ૪૫ રન ૪ વિકેટના નુક્શાન પર હતો. અક્ષર પટેલ અને જયદેવ ઉનડકટ બંને રમતમાં હતા. જાેકે એક બાદ એક બંને પણ પેવિલયન પરત ફર્યા હતા. અક્ષરે મહત્વના ૩૪ રન ભારતીય ટીમના સ્કોર બોર્ડમાં ઉમેર્યા હતા. આ માટે ૬૯ બોલનો સામનો તેણે કર્યો હતો. ઉનડકટે ૧૩ રન નોંધાવ્યા હતા, તેણે એક છગ્ગો પણ જમાવ્યો હતો.ઓપનીંગ જાેડી માત્ર ૩ જ રનનુ યોગદાન આપીને તૂટી ગઈ હતી. સુકાની કેએલ રાહુલના રુપમાં જ ભારતને પ્રથમ ઝટકો લાગ્યો હતો. રાહુલ બેટિંગ ઈનીંગની ત્રીજી ઓવરના પ્રથમ બોલ પરજ શાકિબ અલ હસનનો શિકાર થયો હતો. તે માત્ર ૨ રન જાેડીને આઉટ થયો હતો. ત્યાર બાદ ચેતેશ્વર પુજારા (૬ રન, ૧૨ બોલ) એ વિકેટ ગુમાવી હતી. તે મેંહદી હસનનો શિકાર થયો હતો. મેંહદી હસનના બોલ પર તે પણ સ્ટંપીગ વિકેટ ગુમાવી બેસતા ભારતે ૧૨ રનના સ્કોર પર બીજી વિકેટ ગુમાવી હતી. ઓપનર શુભમન ગિલ પણ ૩૫ બોલનો સામનો કરીને ૭ જ રન જાેડીને મેંહદી હસનનો શિકાર થયો હતો. ક્રિઝ બહાર રહીને રમતા તેને વિકેટકીપરે સ્ટંપીંગ કરી આઉટ કર્યો હતો. ઋષભ પંત પણ બેટથી કંઈ ખાસ કરી શક્યો નહોતો. તેણે ૧૩ બોલનો સામનો કરીને ૯ રન જાેડ્યા હતા. પંતને મેંહદી હસને શિકાર બનાવતા એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. મેંહદી હસને બીજી ઈનીંગમાં ૫ વિકેટ ઝડપી હતી. જેમાં તેણે ગિલ, પુજારા, અક્ષર, કોહલી અને પંતને પોતાનો શિકાર બનાવ્યા હતા. શાકિબ અલ હસને ૨ વિકેટ ઝડપી હતી.

Related posts

ત્રણ દિવસથી ગુમ બાળકીની રહસ્યમય સંજાેગોમાં લાશ મળી

saveragujarat

કોટામાં બે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી

saveragujarat

ગુજરાત હાઇકોર્ટનો આક્રોશ ઃ ફાયર સેફ્ટી વિહિન બિલ્ડીંગો સીલ કરી નળ જાેડાણ કાપી નાખો

saveragujarat

Leave a Comment