Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

સેન્સેક્સમાં ૯૮૧, નિફ્ટીમાં ૩૨૧ પોઈન્ટનું મોટું ગાબડું

મુંબઈ, તા.૨૩
ચીનમાં વધી રહેલા કોરોનાના સમાચાર અને ભારત સરકાર દ્વારા કડક અમલીકરણની અસર ભારતીય શેરબજાર પર જાેવા મળી હતી. સપ્તાહના અંતિમ દિવસે શુક્રવારે બજાર લાલ નિશાનમાં બંધ થયું હતું. બીએસઈ સેન્સેક્સ ૯૮૦.૯૩ પોઈન્ટ્‌સ અથવા ૧.૬૧ ટકા ઘટીને ૫૯,૮૪૫.૨૯ પર અને એનએસઈ નિફ્ટી ૩૨૦.૫૫ પોઈન્ટ્‌સ અથવા ૧.૭૭ ટકાના ઘટાડા સાથે બંધ થયો હતો. કોરોનાની ચિંતા વચ્ચે આજે ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો નોંધાયો છે. એનએસઈ પર ૧૩૯ શેર બંધ થયા જ્યારે ૧૯૨૦ શેર ઘટ્યા. ડોલર સામે રૂપિયો પણ ૭ પૈસા ઘટીને બંધ રહ્યો હતો.એનએસઈની વાત કરીએ તો, ૧૩૯ શેર ચઢ્યા હતા, જ્યારે ૧૯૨૦ શેર નીચે બંધ થયા હતા. બજારમાં લગભગ તમામ સૂચકાંકો નુકસાન સાથે બંધ થયા છે. તેમાં ઓટો, આઈટી, સરકારી બેંક, ફાર્મા, મીડિયા અને રિયલ્ટી ઈન્ડેક્સ પર સૌથી વધુ દબાણ જાેવામાં આવ્યું છે.સેન્સેક્સમાં આજે ટાઇટન સિવાય બાકીના તમામ શેર લાલ નિશાનમાં હતા. ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, એસબીઆઈ, બજાજ ફિનસર્વ, વિપ્રો, ઈન્ડઈન્ડ બેંક, રિલાયન્સ, એલડીટી, મારુતિ સુઝુકી, આઈટીસી, ટેક મહિન્દ્રા ટોપ લૂઝર્સમાં હતા.આજે એશિયાના તમામ બજારો ઘટાડા સાથે બંધ થયા છે. ઘટાડાની સૌથી વધુ અસર તાઈવાન અને સિઓલના બજારોમાં જાેવા મળી છે. સમાચાર લખાય છે ત્યાં સુધી યુરોપના મોટાભાગના બજારો લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. ગુરુવારે યુએસ બજારો ઘટીને બંધ થયા હતા. તે જ સમયે કાચા તેલમાં તેજી જાેવા મળી રહી છે. હાલમાં, બ્રેન્ટ ક્રૂડ ૩ ટકાના વધારા સાથે ૮૩.૨૫ ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે. આજે ડોલર સામે રૂપિયો ૭ પૈસા ઘટીને ૮૨.૮૬ ના સ્તર પર બંધ થયો હતો. ડોલર સામે રૂપિયામાં ઘટાડો એવા સમયે આવ્યો છે જ્યારે ક્રૂડ ઓઈલના ભાવ વધી રહ્યા છે અને વિશ્વની અન્ય કરન્સી સામે ડોલર મજબૂત થઈ રહ્યો છે.

Related posts

ગુજરાત પોલીસમાં એડીજી, આઈજી અને ડીઆઈજીની બદલીનો આજે ગંજીફો ચીપાવવાની શક્યતા

saveragujarat

સરકાર નૌ સેના માટે ૧૭૦૦ કરોડ રૂપિયાના બ્રહ્મોસ મિસાઈલ ખરીદશે

saveragujarat

ખાનગી હોસ્પિટલમાં અંદાજે પાંચ લાખના ખર્ચે થતું ઓપરેશન ગુજરાત કૅન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ વિના મૂલ્યે થયું

saveragujarat

Leave a Comment