Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

રશિયા યુક્રેન સાથેના યુદ્ધનો અંત લાવવા માગે છેઃ પુતિન

મોસ્કો, તા.૨૩
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારપૂર્વક જણાવ્યું હતું કે રશિયા યુદ્ધનો ઝડપથી અંત લાવવાનું લક્ષ્ય ધરાવે છે. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે અમારો ઉદ્દેશ્ય સંઘર્ષનો ઝડપથી અંત લાવવાનો છે. પુતિનના આ નિવેદને ફરી એકવાર વિશ્વમાં ત્રીજા યુદ્ધનો ખતરો ઉભો કર્યો છે. સંરક્ષણ નિષ્ણાતોનું કહેવું છે કે પુતિનના નિવેદન પરથી ઘણી અટકળો લગાવી શકાય છે. તાજેતરમાં યુક્રેને ચિંતા વ્યક્ત કરી હતી કે રશિયા નવા વર્ષ પર યુક્રેનમાં પાયમાલી કરવા માટે કેટલીક ખતરનાક યોજનાઓ બનાવી રહ્યું છે. ગુરૂવારના રોજ વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે, ‘અમારો ધ્યેય… સંઘર્ષનો અંત લાવવાનો છે. અમે તેના માટે પ્રયત્નશીલ છીએ. અમે ખાતરી કરવાનો પ્રયાસ કરીશું કે આ બધું સમાપ્ત થાય અને શક્ય જેટલું જલ્દી થાય તેટલું વધુ સારું.’ પુતિને કહ્યું હતું કે, ‘બધા સંઘર્ષો કોઈને કોઈ રીતે સંવાદથી સમાપ્ત થાય છે.અમારા વિરોધી (કિવ) જેટલું જલ્દી સમજશે તેટલુ સારૂ રહેશે.’ મોસ્કોના સૈન્ય વડાએ કહ્યું હતું કે રશિયાન સેના હવે પૂર્વી ડોનેત્સ્ક પ્રદેશ પર નિયંત્રણ મેળવવા પર ધ્યાન કેન્દ્રીત રહી છે. ત્યાં બખ્મુત શહેર લડાઈનું કેન્દ્ર બની ગયું છે. મોસ્કોમાં અધિકારીઓએ તાજેતરમાં વારંવાર કહ્યું છે કે તેમણે યુક્રેન સાથેની વાતચીતને નકારી નથી. તેમણે રાષ્ટ્રપતિ ઝેલેન્સકી પર રાજદ્વારી ચેનલો બંધ કરવાનો આરોપ લગાવ્યો હતો, જેમણે કહ્યું હતું કે પુતિન સત્તામાં રહેશે ત્યાં સુધી વાતચીત કરશે નહીં. પુતિને અમેરિકા પર રશિયાને કમજાેર કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિની ઐતિહાસિક વોશિંગ્ટન મુલાકાત બાદ આ નિવેદન આપ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડને પ્રથમ વખત યુક્રેનને પેટ્રિયટ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ સહિત લગભગ ૧.૮ બિલિયન ડોલરનો લશ્કરી પૂરવઠો આપ્યો છે. પુતિને ચેતાવણી આપી છે કે આનાથી સંઘર્ષ વધી શકે છે. તેમણે કહ્યું હતું કે, ‘જે લોકો અમારો સામનો કરી રહ્યા છે તે કહે છે કે આ એક રક્ષણાત્મક શસ્ત્ર છે. જ્યારે હકીકત એ છે તે નિરર્થક રીતે કરવામાં આવી રહ્યું છે, તેનાથી સંઘર્ષ વધી શકે છે.’ મળતી માહિતી અનુસાર, રશિયાનું કહેવું છે કે અમેરિકા રશિયાને નબળુ પાડવા માટે યુક્રેનનો યુદ્ધના મેદાન તરીકે ઉપયોગ કરી રહ્યું છે.પૂર્વી યુક્રેનના વિસ્તાર મોસ્કોના ૪ દાવાઓમાંથી એક દાવો એવો છે કે તેને રશિયા ક્યારેય સંપૂર્ણપણે નિયંત્રિત નથી કરી શક્યું. રશિયાએ યુક્રેનમાં પ્રથમ વખત હાઈપરસોનિક મિલાઈલોનો ઉપયોગ કર્યો હતો, તેમાં કિંજલ મિસાઈલનો પણ સમાવેશ થાય છે. તે રશિયાના શસ્ત્રાગારનું આ એક એવું ઘાતક હથિયાર છે કે તેને પુતિન અજેય કહે છે. યુક્રેનને મિસાઈલોના વધતા હુમલાઓનો ડર છે. યુક્રેને તાજેતરમાં ડ્રોનથી અનેક હુમલાઓનો સામનો કર્યો છે. આ ડ્રોનમાંથી ઘણા બધા રશિયાએ ઈરાન પાસેથી ખરીદ્યા હતા કારણકે દેશ કડકડતી ઠંડીથી ધ્રુજી રહ્યો હોવાથી મોસ્કોએ પાવર પ્લાન્ટ્‌સ અને નાગરિક ઈન્ફ્રાસ્ટ્રકચરને બંધ કરી દીધું છે.

Related posts

વિધાનસભા રાજ્યમાં મસાલા પાક જીરાના ઉત્પાદન અને વાવેતર મુદ્દે કોંગ્રેસે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ ને ભીંસમાં લીધા હતા

saveragujarat

ક્યારેક સફરજન, તો ક્યારેક ડુંગળી અને લીંબુ હવે લાલચોળ ટામેટા લાલઘૂમ થતાં કિલોના ભાવ ૧૦૦ રૂા. પહોંચ્યોં

saveragujarat

નવરાત્રી તહેવારને લઈને સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન…

saveragujarat

Leave a Comment