Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીય

ભાજપના ૧૫ વર્ષના શાસન પર આપે ઝાડૂ ફેરવ્યું, દિલ્હી એમસીડી પર કબજાે

સવેરા ગુજરાત,નવી દિલ્હી, તા.૭
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આ વખતે આમ આદમી પાર્ટી જીત જાેવા મળી રહી છે. ભાજપનો સફાયો કરીને બહુમતી સાથે આપ શાસનમાં આવ્યું છે. દિલ્હીની રાજ્ય સરકાર બાદ હવે એમસીડીની સરકાર પણ કેજરીવાલના હાથમાં આવી ગઈ છે. અત્યાર સુધીના વલણો અને પરિણામોમાં આમ આદમી પાર્ટીએ ૨૫૦ વોર્ડવાળી દિલ્હી એમસીડીમાં નિર્ણાયક લીડ મેળવી છે. એમસીડીમાં ૧૫ વર્ષ સુધી ભાજપનો કબજાે હતો ત્યારે આ વખતે આપના વાવાઝોડાએ ભાજપનો સફાયો કરી દીધો છે. આપે ૨૫૦માંથી ૧૩૪ બેઠકો પર વિજય મેળવીને સત્તા હાંસલ કરી છે જ્યારે ભાજપે ૧૦૩ અને કોંગ્રેસ ૯ બેઠક પર વિજય મેળવ્યો છે. સત્તા માટે ૧૨૬ બેઠકો જરૂરી હતી.દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન આ ચૂંટણી ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. વોર્ડ મુજબ ચૂંટણી પરિણામો પર ઝીણવટપૂર્વક નજર કરીએ તો ભાજપ માટે ખૂબ જ ચિંતાનો વિષય છે. આ ચૂંટણીમાં ભાજપ દિલ્હીના તે વિસ્તારોમાં પાછળ છે જ્યાં તેની સારી પકડ માનવામાં આવતી હતી. ત્યારે અત્યાર સુધી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીમાં શીખ મતદારોનું વલણ ભાજપની તરફેણમાં રહ્યું છે પરંતુ આ વખતે આવુ જાેવા નથી મળ્યું. પશ્ચિમ દિલ્હીના ઘણા વોર્ડમાં ભાજપ પાછળ છે ત્યા પણ શીખ મતદારોનું વલણ મહત્વની ભૂમિકા ભજવે છે.અહી તિલકનગરમાં પણ આમ આદમી પાર્ટીએ જીત મેળવી છે. તિલક નગરમાં શીખ મતદારોની સંખ્યા ઘણી વધારે છે. આમ આદમી પાર્ટીના અશોક કુમાર મનુ તિલક નગર વોર્ડ નંબર ૧૦૧થી જીત્યા છે. તેમણે ભાજપના ઉમેદવાર રાજકુમાર ગ્રોવરને ૨ હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. તિલક નગર તેમજ હરી નગર વિસ્તારમાં જ્યાં શીખ મતદારો નિર્ણાયક છે, ત્યાં આમ આદમી પાર્ટીના રાજેશ કુમાર લદ્દી ભાજપના ઉમેદવાર શ્યામ શર્મા કરતા આગળ છે. પશ્ચિમ દિલ્હીના શીખ બહુલ વિસ્તારોમાં આમ આદમી પાર્ટી જે રીતે આગળ વધી રહી છે તે ભાજપ માટે ચિંતાનો વિષય છે.દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીમાં તિલક નગર અને હરિ નગર, જનકપુરી, વિકાસપુરી ઉપરાંત આ વિસ્તારોમાં આમ આદમી પાર્ટી ઘણા વોર્ડમાં જીત હાંસલ કરી લીધી છે. આમ આદમી પાર્ટીએ આ ચૂંટણીમાં જે રીતે એમસીડીમાં પણ કેજરીવાલનો નારો આપ્યો હતો તે જાેતાં આ વખતે તે સફળ થાય તેવું લાગી રહ્યું છે. અત્યાર સુધીના પરિણામોમાં આમ આદમી પાર્ટી આગળ છે અને દરેક જગ્યાએ આમ આદમી પાર્ટીના કાર્યકરો જશ્ન મનાવી રહ્યા છે. ત્યારે બેઠકો ઓછી હોવા છતાં મેયર તેમના દ્વારા જ બનાવવામાં આવશે તેવું ભાજપના નેતાઓ વતી કહેવામાં આવી રહ્યું છે.

Related posts

પરીક્ષાને તહેવારોની જેમ મનાવવા મોદીની વિદ્યાર્થીઓને સલાહ

saveragujarat

સેન્સેક્સમાં ૯૮૧, નિફ્ટીમાં ૩૨૧ પોઈન્ટનું મોટું ગાબડું

saveragujarat

૧૨૦૦બેડ સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં નવી સુવિધા

saveragujarat

Leave a Comment