Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારરાજકીય

જામનગર શહેરના સૂર્યમુખી હનુમાન મંદિરમાં તોડફોડ સાથે ચોરી

સવેરા ગુજરાત જામનગર,તા.૫
જામનગર શહેરના ધમધમતા મેહુલ નગર રોડ પર આવેલ ગોકુલધામ સોસાયટીના ગલીના નાકા પાસે સૂર્યમુખી હનુમાન મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ સ્થાનિકોને થતા લોકોમાં ભારે આક્રોશ જાેવા મળ્યો હતો. પોલીસને આ અંગે જાણ થતા સ્થળ પર પોલીસ દોડી આવી હતી અને ઝ્રઝ્ર્‌ફના આધારે તપાસ હાથ ધરી હતી.પોલીસ દ્વારા સ્થળનું નિરીક્ષણજામનગર શહેરમાં મેહુલનગર રોડ પર આવેલા ગોકુલધામ સોસાયટીમાં સૂર્યમુખી હનુમાન મંદિરમાં રાત્રિના સમયમાં આવારા તત્વો દ્વારા મંદિરમાં તોડફોડ કરી મૂર્તિને તોડી પાડવામાં આવી હતી. આ સાથે દાન પેટી પણ તોડીને ચોરી ગયા હતાં. સવારે સૂર્યમુખી હનુમાન મંદિરે દર્શન કરવા આવેલા દર્શનાર્થીને આ વાતની જાણ થતાં વિસ્તારના લોકો એકત્ર થયા ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા સ્થળનું નિરીક્ષણ કરી ઝ્રઝ્ર્‌ફ ફૂટેજ ચેક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ઘટના કેવી રીતે બની તેની તપાસ શરૂ કરવામાં આવી હતી.સૂર્યમુખી હનુમાન મંદિરની તોડફોડની ઘટનાની જાણ થતાની સાથે જ વિકસો હિન્દુ પરિષદ અને સ્થાનિક લોકો સ્થળ પર દોડી આવ્યા અને સ્થળ પર પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા તમામ ઝ્રઝ્ર્‌ફ ચેક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે મળતી માહિતી મુજબ આ ઘટના રાત્રિના એક થી દોઢ વાગ્યાની વચમાં બની હતી તેવું જાણવા મળ્યું હતું.ઘટનાની જાણ થતા પોલીસ કાફનું ઘટના સ્થળે દોડી આવી ગયો ન્ઝ્રમ્ સીટી સી-ડિવિઝન પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવ્યો હતો. મળતી માહિતી મુજબ સૂર્યમુખી હનુમાન મંદિરમાં રામજી અને હનુમાનજીની મૂર્તિમાં તોડફોડ કરી દાન પેટી તોડી ગયાની ઘટના સામે આવી હતી. જેમાં પોલીસે ઝ્રઝ્ર્‌ફના આધારે તપાસ શરૂ કરતાં તેમાં એક કચરા વીણવા વાળો ગાંડો હોય તેવું ઝ્રઝ્ર્‌ફ દ્રશ્યમાં સામે આવ્યું છે તેવી માહિતી સૂત્રોમાંથી મળી રહી છે.

Related posts

ભારતીય નૌકાદળ દિવસ. શું થયું હતું 1971 માં? દરિયાના પ્રખર પ્રહરી ભારતીય નેવીની જાંબાઝ દાસ્તાન

saveragujarat

રશિયાએ પાકિસ્તાનને ૫૦ હજાર ટન ઘઉંનો જથ્થો મોકલ્યો

saveragujarat

સિદ્ધાંતકપુરે ડ્રગ્સ લીધુ હતુ: મેડીકલ રીપોર્ટમાં કન્ફર્મ થયુ

saveragujarat

Leave a Comment