Savera Gujarat
Other

દેશમાં ઘી-માખણ જેવી પ્રોડક્ટની અછતની કેન્દ્ર સરકારને આશંકા

સવેરા ગુજરાત,નવી દિલ્હી, તા.૭
કેન્દ્ર સરકારને ઘી-માખણ જેવી ડેરી પ્રોડક્ટની અછતની આશંકા વ્યક્ત કરી રહી છે. જાે કે, તેને પહોંચી વળવા માટે એક યોજના બનાવવામાં આવી છે. સરકારના જણાવ્યા અનુસાર, કોવિડ-૧૯ રોગચાળા પછી પૌષ્ટિક, સુરક્ષિત અને સ્વચ્છ દૂધ અથવા ડેરી ઉત્પાદનોની વધતી માંગને કારણે આ ક્ષેત્રમાં કુલ માંગ અને પુરવઠામાં થોડો તફાવત જાેવા મળી રહ્યો છે.શું છે સરકારનો પ્લાનઃ સરકારના અનુસાર ગરમીની ઋતુમાં દૂધનો પૂરવઠો ખૂટી શકે છે. મિલ્ક ફેટ અને પાઉડર જેવા સંરક્ષિત ડેરી ઉત્પાદનોની આયાત કરવા માટેની ઘણી ડેરી સહકારી સંસ્થાઓની માંગ હતી. તેને ધ્યાનમાં રાખીને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એનડીડીબી) ભારત સરકાર સાથે માંગ અને પુરવઠા પર નજીકથી નજર રાખી રહ્યું છે.નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જરૂરિયાત જણાય તો ઉનાળાની ઋતુમાં તેની આયાત કરી શકાય છે. જાે કે, તે સ્થિતિમાં પણ સુનિશ્ચિત કરવામાં આવશે કે તે એનડીડીબીદ્વારા જ ગોઠવવામાં આવે અને યોગ્ય મૂલ્યાંકન કર્યા બાદ બજાર ભાવ પર જરૂરિયાતમંદ યુનિયનોને સ્ટોક આપવામાં આવે.સરકાર કહેવું છે કે સુનિશ્ચિત થશે કે બજારની સ્થિતિ અસામાન્ય ન થાય અને આપણા ડેરી ખેડૂતોના હિતોનું રક્ષણ થાય, જેઓ સરકાર દ્વારા લેવામાં આવેલા કોઈપણ ર્નિણય માટે સર્વોપરી અને કેન્દ્રિય છે. તમને જણાવી દઈએ કે પશુપાલન અને ડેરી સચિવ રાજેશ કુમાર સિંહે કહ્યું હતું કે દેશનું દૂધ ઉત્પાદન નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં સ્થાનિક માંગમાં ૮-૧૦ ટકાના વધારા સામે સ્થિર રહ્યું છે.

Related posts

ગાંધીનગર હોસ્પિટલમાં અમરપુરા ગામની સગીરાની ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે મુલાકાત લીધી

saveragujarat

અંજારની ૧૭ વર્ષીય મૂકબધિર છોકરીના ગર્ભપાતની હાઈકોર્ટે આપી મંજૂરી

saveragujarat

કોંગ્રેસના મોડેલે ગુજરાતને તો તબાહ કર્યું : વડાપ્રધાન

saveragujarat

Leave a Comment