Savera Gujarat
Other

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિરમાં શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રી ૧૭૭મી પ્રાગટ્ય જયંતી આદિ મહાપર્વોની પરમોલ્લાસભેર ઉજવણી

કારતક મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિને દેવઉઠી એકાદશી કહેવામાં આવે છે. તેને દેવ પ્રબોધિની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. સનાતન ધર્મમાં તમામ એકાદશીઓના ઉપવાસમાં દેવઉઠી એકાદશીનું વિશેષ મહત્વ છે. સ્કંધ પુરાણ અને મહાભારતમાં પણ એકાદશીનું વિશેષ મહત્વ છે. આ મંગળકારી અવસર ઉપર ચોવીસ કલાકની અખંડ ધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રીજી સ્વયંમૂર્તિ અબજીબાપાશ્રી સંવત ૧૯૦૧ કારતક સુદ એકાદશી, સોમવાર ઈ.સ. ૨૦-૧૧-૧૮૪૪ માં પ્રગટ થયા હતા.

જીવનપ્રાણ શ્રી અબજીબાપા એટલે એટલે કારણ સત્સંગના જીવનદાતા, શ્રી સ્વામિનારાયણ ભગવાનના ગૂઢ સિદ્ધાંતોને જગત સમક્ષ સ્પષ્ટપણે કહેનારા, અજોડ મૂર્તિ, આશ્રિતજનના તારણહાર, સર્વોપરી ઉપાસના સમજાવનારા શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપા.

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના દિવ્ય સાનિધ્યમાં તથા શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજનાં સાનિધ્યમાં પ્રબોધિની એકાદશી, શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રી ૧૭૭ મી પ્રાગટ્ય જયંતી, જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની ૯૨ મી દીક્ષા જયંતી, શ્રી સ્વામિનારાયણ ભગવાનની ૨૨૧ મી ભાગવતી મહાદિક્ષા જયંતી, ૨૨૦ મો પટ્ટાભિષેક દિન, ધર્મદેવની ૨૮૨ મી પ્રાગટ્ય જયંતી નિમિત્તે પૂજન, અર્ચન, આરતી, ધૂન, ઉજવણી કરાઈ હતી. આમ, કુલ છ મહાન પર્વોની પરમોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. દેશ પરદેશના હરિભક્તોએ અણમોલ અવસરનો લાભ તથા ઓનલાઈન દર્શનનો લ્હાવો લીધો હતો

Related posts

મંદિરમાં દર્શન કરવા પર અનુસૂચિત જાતિના લોકો પર હુમલો

saveragujarat

પુરવઠા વિભાગે ટેન્ડર શરતો બદલાવી નાખતા હાઈકોર્ટનો સ્ટે

saveragujarat

૫૧ સાવજને બીમારીથી બચાવવા મારણમાં અપાઇ દવા

saveragujarat

Leave a Comment