Savera Gujarat
Other

રવિવારે વડાપ્રધાન સૌરાષ્ટ્રમાં

સવેરા ગુજરાત રાજકોટ, તા.15
ગુજરાતમાં ઉમેદવારીની પ્રક્રિયા સંપન્ન થતા જ હવે આગામી દિવસોમાં પ્રચાર વેગ પકડશે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.19 અને 20ના રોજ સૌરાષ્ટ્ર અને ગુજરાતમા ચૂંટણી પ્રચારમાં આવી રહ્યા છે. ભાજપના સ્ટાર પ્રચારક તરીકે શ્રી મોદી આગામી દિવસોમાં રાજયભરમાં 35થી40 જેટલી જનસભાઓને સંબોધીત કરનાર છે તેમાં પ્રથમ તબકકાના મતદાનમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પરના પ્રચારને અગ્રતા આપશે.
મોદી તા.19ના રોજ ગુજરાત આવશે અને વલસાડમાં તેઓ એક વિશાળ જનસભાને સંબોધન કરનાર છે. તા.20 નવેમ્બરના તેઓ સૌરાષ્ટ્રમાં ચાર જનસભાને સંબોધીત કરશે જેમાં હાલના કાર્યક્રમ મુજબ વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદનો સમાવેશ થાય છે.વડાપ્રધાને ઓકટોબર માસમાં સૌરાષ્ટ્રના પ્રવાસ દરમ્યાન જેતપુર, જામકંડોરણા બેઠકને આવરી લેતા કાર્યક્રમમાં હાજરી આપી હતી અને હવે તેઓ સૌરાષ્ટ્રના ચાર મહત્વના મથકો વેરાવળ, અમરેલી અને બોટાદમાં પણ જનસભાને સંબોધીત કરશે અને ધોરાજીમાં રેલી સાથે જનસભા યોજશે.2017માં ગીર સોમનાથ અને અમરેલી બંને જીલ્લાઓ ભાજપ માટે મુશ્કેલી સર્જી ગયા હતા અને તેથી જ પક્ષે આ જીલ્લાઓમાં વધુ તાકાત કેન્દ્રીત કરી છે. અને વડાપ્રધાનના પ્રવાસથી પ્રચારનો રંગ પણ જામી જશે તે નિશ્ચિત છે.
ભારતીય જનતા પક્ષે તેના 178 ઉમેદવારો જાહેર કર્યા છે પરંતુ ચાર બેઠકોમાં હજુ પક્ષ નિર્ણય લઈ શકી નથી પણ આજે અર્બુદા સેનાએ તેનું સ્ટેન્ડ લગભગ કલીયર કરી લેતા ફરી એક વખત કમલમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને પ્રદેશના નેતાઓ વચ્ચે બેઠક શરુ થઈ છે અને આજે ભાજપ આ ચાર બેઠકોના ઉમેદવાર જાહેર કરી શકે છે.

Related posts

શેરબજારમાં ‘બ્લેક ફ્રાઈડે’ : સેન્સેક્સ 750 પોઇન્ટ ગગડ્યો : ડોલર સામે રૂપિયો 77.82

saveragujarat

સેન્સેક્સમાં ૪૨૦, નિફ્ટીમાં ૧૨૯ પોઈન્ટનો મોટો કડાકો

saveragujarat

વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ગુજરાત પ્રદેશના નેતાઓ પ્રિયંકા ગાંધીએ દિલ્હીનું આમંત્રણ પાઠવાયું

saveragujarat

Leave a Comment