Savera Gujarat
Other

યુ.એન.મહેતા હોસ્પિટલમાં થયેલ પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ

સવેરા ગુજરાત અમદાવાદ તા.18

સિવિલ હોસ્પીટલના ઓર્ગન ડોનેશન કાર્યક્રમ અંતર્ગત તારીખ ૨૭-૦૯-૨૦૨૨ ના રોજ ગુજરાતની સરકારી હોસ્પીટલ એવી યુ.એન.મહેતા ઇન્સ્ટીટ્યુટ ઓફ કાર્ડિયોલોજી અને રીસર્ચ સેન્ટર, સિવિલ હોસ્પીટલ કેમ્પસ (મેડીસીટી કેમ્પસ), અમદાવાદ હ્રદય પ્રત્યારોપણ (Heart Transplant) નું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું.
યુ.એન.મહેતા ઇન્સ્ટીટ્યુટ ઓફ કાર્ડિયોલોજી અને રીસર્ચ સેન્ટર, સિવિલ હોસ્પીટલ કેમ્પસ (મેડીસીટી કેમ્પસ), અમદાવાદ જે એન.એ.બી.એચ. (NABH) એક્રીટીએડ છે તથા સ્ટેટ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાંસપ્લાંટ ઓર્ગેનાઈઝેશન (SOTTO) તથા નેશનલ ઓર્ગન એન્ડ ટીશ્યુ ટ્રાન્સપ્લાંટ ઓર્ગેનાઈઝેશન (NOTTO) માં રજીસ્ટ્રેશન ધરાવે છે.
તારીખ : ૨૭-૦૯-૨૦૨૨ ના રોજ ગાંધીનગર નિવાસી ૧૬ વર્ષિય યુવક, કે જે જન્મથી ARVD ની બીમારીથી પીડીત હતા અને છેલ્લા ૧ વર્ષથી યુ.એન.મહેતા હોસ્પીટલમાં નિયમિત સારવાર હેઠળ હતા. તારીખ : ૨૭-૦૯-૨૦૨૨ ના રોજ યોગ્ય ડોનરનો સુમેળ થતા આ યુવકનું હ્રદયનું પ્રત્યારોપણ (Heart Transplant) નું ઓપરેશન યુ.એન.મહેતા હોસ્પીટલ ખાતે સફળતાપૂર્વક થયું હતું.
યુ. એન. મહેતા ઇન્સ્ટીટ્યુટ ઓફ કાર્ડિયોલોજી અને રીસર્ચ સેન્ટરના માનદ નિયામકશ્રી ર્ડા. આર.કે. પટેલ, સાહેબના નેતૃત્વ નીચે થયેલ છે તેમજ ડો. રાકેશ જોશી, મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ, સિવિલ હોસ્પિટલ, મેડિસિટી, અમદાવાદ, ડો. વિનિત મિશ્રા, ડાયરેક્ટર, IKDRC અને ડો. પ્રાંજલ મોદી, વાઇસ ચાન્સેલર (I/C), ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટ સાયન્સ, સતત માર્ગદર્શન અને સમર્થન માટે વિશેષ આભાર. હ્રદય ટ્રાન્સપ્લાંટના ઓપરેશન માટે કાર્ડિયાક સર્જનની ટીમનો સમાવેશ થાય છે
ર્ડા. ચિરાગ દોશી – કાર્ડિયાક ટ્રાન્સપ્લાંટ સર્જન તથા
કાર્ડિયાક સર્જરી વિભાગના વડા
ર્ડા. કાર્તિક પટેલ, – કાર્ડિયાક સર્જન
ર્ડા. આશિષ મડકાઈકર – કાર્ડિયાક સર્જન
ર્ડા. પ્રતિક માણેક, – કાર્ડિયાક સર્જન
ર્ડા. વિશાલ શર્મા – કાર્ડિયોલોજીસ્ટ
ર્ડા. કાર્તિક નટરાજન – કાર્ડિયોલોજીસ્ટ
ર્ડા. હેમાંગ ગાંધી, – કાર્ડિયાક એનેસ્થેટીક
ર્ડા. વિશારદ ત્રિવેદી, – કાર્ડિયાક એનેસ્થેટીક
ર્ડા. મૃગેશ પ્રજપતિ – કાર્ડિયાક એનેસ્થેટીક
ર્ડા. સુનિલ નિનામા – કાર્ડિયાક એનેસ્થેટીક

ઉપરાંત પરફયુઝનીસ્ટ, ટ્રેઇન્ડ નર્સિગ સ્ટાફ, ટ્રાંસપ્લાંટ કો-ઓર્ડીંનેટર તથા અન્ય પેરામેડીકલ સ્ટાફ પણ આ હ્રદય પ્રત્યારોપણની સર્જરીમાં જોડાયેલ હતા.
સફળતાપૂર્વકના હદય પ્રત્યારોપણ પછી દર્દીને માત્ર આઠ કલાકમાં વેન્ટીલેટર તથા અન્ય સર્પોર્ટ સીસ્ટમથી દુર કરવામાં આવ્યા હતા. ઓપરેશનમાં બે દિવસ પછી દર્દી પોતે પોતાની રીતે સ્વતંત્ર હરી-ફરી શકતા હતા તથા અન્ય દીનચર્ચા જાતે કરત હતા. આ દરમ્યાન દર્દીને જરુરી સમતોલ આહાર તથા દવાઓનું વિશેષ ધ્યાન આપવામાં આવ્યુ હતું.
હ્રદય પ્રત્યારોપણ થયાના દસ દિવસ પછી નિદાનના ભાગરુપે એન્ડોમાયોકાર્ડિયલ બાયોપ્સી, ઇકો, તથા અન્ય તપાસ કરવામાં આવી હતી. જેના પરીણામ સંતોષકારક જણાયેલા હતા.
યુ.એન. મહેતા હોસ્પિટલ દ્વારા યુવકના ઘરની પત્યક્ષ મુલાકાત કરીને યુવક તથા સંબંધીઓને ઘરે રાખવાનીએ કાળજી જેવી કે નિયમિત દવા લેવી, સમતોલ આહાર લેવો, સ્વચ્છતા જાળવવે, નિયમિતપણે બતાવવા આવવું તથા ઇમરજન્સી જણાય તો જરુરી સંપર્ક વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
હાલમાં આ યુવક ઓપેરેશના ત્રણ અઠવાડીયા પછી સંપૂર્ણપણે શારીરિક તથા માનસિક રીતે સ્વસ્થ છે તથા રજા આપી શકાય એવી પરિસ્થિતિમાં છે

Related posts

તામિલનાડુમાં રથયાત્રા પર હાઈ વોલ્ટેજ વાયર પડતાં ૧૧નાં મોત

saveragujarat

ઇડર ના મશાલગામે એક યુવક તળાવ માં ડૂબ્યો.

saveragujarat

ખાદી યોજનાઓ અને કાર્યક્રમોને પ્રોત્સાહન આપવા માટે, શ્રી મનોજ કુમાર, અધ્યક્ષ, ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ, કચ્છ, પાલનપુર અને ગુજરાતના અન્ય ભાગોના સ્થાનિક મધમાખી ઉછેરનારાઓ/ખેડૂતો, કારીગરો સાથે વાર્તાલાપ કરે છે.

saveragujarat

Leave a Comment