Savera Gujarat
Other

આઝાદી ના ૭૫ વર્ષ પૂર્ણ થતા ” કર્ણાટક દર્શન” કાર્યક્રમ અમદાવાદ ના GMDC ગ્રાઉન્ડ અને કનેક્શન હોલ ખાતે આ આ તા. 8 અને તા. 9 ઓક્ટોબર 2022 માં રાખવામા આવશે.

સવેરા ગુજરાત અમદાવાદ,તા.7
આ પ્રસંગે અમે અતિ આનંદની  અનુભૂતિ સાથે આપને જણાવવા માંગીએ છે  કેકર્ણાટક સંઘ અમદાવાદ ગુજરાત ” 75  વર્ષીયઅમૃત મહોત્સવઆ વર્ષે ઉજવી રહ્યા છે. આના અનુસંધાન માં અમે એક ભવ્ય કાર્યક્રમ નું આયોજન કરવા જઈ રહ્યા છીએ .   ” કર્ણાટક દર્શન”  અમદાવાદ ખાતે  તા. ૮ અને  તા. ૯મી ઓક્ટોબર ૨૦૨૨  બે દિવસીય કાર્યક્રમ  છે જેમાં સાંસ્કૃતિક નૃત્ય કલા, કર્ણાટક પરંપરાગત વાનગીઓ અને કર્ણાટક ના સ્થળો વિષય પર જાણકારી આપવામાં આવશે .આ પ્રોગ્રામનું મુખ્ય આકર્ષણ કલાસિકલ નૃત્ય, મ્યુઝિક, ફોલ્ક ડાન્સ, ફોલ્ક મ્યુઝિક, હાસ્ય શો, કન્નડ ફિલ્મ, ઇન્ડસ્ટ્રી મ્યુઝિકલ રાત્રી, ગરબા, અને અન્ય ઓઉટડૉર પર્ફોર્મન્સ વિવિધ કર્ણાટક લોક નૃત્યો કરવામાં આવશે.કર્ણાટક પરંપરાગત ફૂડ સ્ટોલ, ગ્રામીણ ઉત્પાદન, કર્ણાટક સરકાર દ્વારા આયોજીત કરવામાં આવેલ છે.આ  પ્રસંગ કર્ણાટક દર્શન કરાવશે, જે કર્ણાટક ના લોકો ગુજરાત માં બેસીને કર્ણાટક રાજ્ય નો આનંદ ઉઠાવી શકશે અને ફૂડ ફેસ્ટિવલ અને પ્રદર્શન સવારના 10 થી રાત્રી 11 કલાક સુધી ખુલ્લું રાખવામાં આવશે.આ શુભ પ્રસંગનું ઉદ્ઘાટન ભારત સરકાર ના માનનીય કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વરદ હસ્તે કરવામાં આવશે. તથા માન શ્રી પ્રહલાદ જોશી, માનનીય મિનિસ્ટર ફોર પાર્લામેન્ટરી અફેર્સ, કોલ અને માઇન્સ, અને ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે કર્ણાટક ના મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈ  શોભા માં અભિવૃદ્ધિ કરશે તદુપરાંત ઘણા માનનીય મંત્રી  ઓ ગુજરાત કર્ણાટક દર્શન કાર્યક્રમ મા શોભામાં અભિવૃદ્ધિ કરશે.

Related posts

ઓસ્ટ્રેલિયાના દિલમાં પહેલાથી જ ભારત માટે અનોખો પ્રેમ છેઃ મોદી

saveragujarat

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરના પરિસરમાં દીપાવલીના શુભ અવસરે અદ્ભુત કલાત્મક રંગોળી…

saveragujarat

મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્ર અંગે લીધો આ મોટો નિર્ણય…

saveragujarat

Leave a Comment