Savera Gujarat
Otherતાજા સમાચારભારત

મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્ર અંગે લીધો આ મોટો નિર્ણય…

સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને જામનગર રાજકોટ જિલ્લા અને શહેરમાં ભારે વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ પ્રથમ વખત ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. મુખ્યમંત્રીએ જામનગર કલેકટર સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને બચાવ અને રાહત કામગીરી તેમજ એનડીઆરએફની મદદથી પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે સ્પષ્ટ સૂચના આપી હતી.

ભૂપેન્દ્ર પટેલે રાજકોટમાં ભારે વરસાદને કારણે આજી 2 ડેમના જળાશયની સ્થિતિ અંગે વિગતો માંગી હતી અને રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને કલેકટરને નીચાણવાળા વિસ્તારોના લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા તાકીદ કરી હતી. રાજકોટમાં આજીના નીચાણવાળા વિસ્તારોમાં 1155 લોકો રહે છે. આ તમામ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાની વિગતો મળી હતી. ભૂપેન્દ્ર પટેલે સિસ્ટમ ઓપરેટરોને સૂચના આપી હતી કે રાજકોટ માટે NDRF ની 3 ટીમો અને ભટિંડાથી જામનગર માટે 2 ટીમોની વ્યવસ્થા કરવામાં આવે.

મુખ્યમંત્રીએ ખાસ કરીને બચાવ અને રાહત કામગીરીને પ્રાધાન્ય આપવાની સૂચના આપી હતી. મુખ્ય સચિવ પંકજ કુમાર, મુખ્યમંત્રીના અગ્ર સચિવ કૈલાસ નાથન, અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશ તેમજ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, રાહત કમિશનર આદ્રા અગ્રવાલ અને મુખ્યમંત્રીના ઓએસડી ડી એચ શાહ પણ બેઠકમાં જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને 6 NDRF ની ટીમ જામનગરમાં ફરજ પર છે. આ ટીમો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં કુલ 13 પુરુષો, 11 મહિલાઓ, 07 બાળકો અને 31 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જામનગરમાં પૂરની સ્થિતિમાં, 20 લોકોને બચાવ કાર્ય માટે મોકલવામાં આવ્યા હતા, એક સ્ટેશન અધિકારીને વિવિધ મશીનરી સાથે રવાના કરવામાં આવ્યા હતા.

Related posts

10 એપ્રિલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવશે ગુજરાત

saveragujarat

ઈડર પાંજરાપોળ સંસ્થાના વહીવટદાર સામે કાર્યવાહી નહી થાય તો જીવદયાપ્રેમીઓએ ઉચ્ચારી આંદોલનની માંગ

saveragujarat

ગુજરાત રાજ્ય માહિતી ખાતાના કર્મચારીઓની ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લિ.ની ચુંટણીસંપન્ન

saveragujarat

Leave a Comment