Savera Gujarat
Other

ઇડર ભીલોડા હાઇવે કાનપુર ગામ નજીક તુફાનજીપની ટક્કર બે બાઈક સવારના ઘટના સ્થળે મોત

સવેરા ગુજરાત, ઇડર તા. ૧૯
મરણ જનાર બાઈક સવાર બન્ને યુવકો મલાસા થી નીકળી નુરપુર ગામે રહેતા મોટા ભાઈ ના ઘરે મકાઈના ડોડા અને શાકભાજી આપવા નીકળ્યા હતા.
ઇડર ભીલોડા હાઇવે રોડ ઉપર આવેલ કાનપુર થી ભાણપુર ગામ વચ્ચે વરૂણ કોલ્ડ સ્ટોરેજ નજીકમાં રોડ ઉપર તા ૧૮-૯-૨૨ ને રાત્રે ૮ઃ૩૦ કલાકે એક ક્રુઝર (તુફાન) ગાડી નં ય્ત્ન ૧૮ મ્ડ્ઢ ૬૭૦૮ ના ગાડી ચાલકે બડોલીથી ભીલોડા તરફ જતા રોડ ઉપર વરૂણ કોલ્ડ સ્ટોરેજ નજીક રોડ ઉપર પોતાની ક્રુજર તુફાન ગાડી પુરઝડપે અને બેદરકારી ગફલતભરી રીતે રોડ ઉપર રોંગ સાઇડમા ચલાવી લાવી સામેથી આવતા જયેશભાઇ પ્રકાશભાઇ અસારી( ઉ. વ. ૨૦) ની હિરો સ્પ્લેન્ડર મો.સા. નં ય્ત્ન ૦૯ ઝ્રસ્ ૮૧૭૭ ને સામેથી ટક્કર મારતા બાઈક સવાર જયેશભાઇ તથા ભાવેશભાઇ બાબુભાઈ અસારી (ઉ. વ. ૨૨) બંને રહે મલાસા (સારણ ફળિયું)તા. ભીલોડા, જી.અરવલ્લી ને શરીરે ગંભીર ઇજાઓ થતા બંનેનુ ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. ઘટનાના સમાચારના પગલે પોલીસ દોડી આવી ટ્રાફિક દૂર કરી ૧૦૮ મારફતે બન્ને યુવાનની ડેડબોડી ને ઇડર સિવિલ ખાતે ખસેડી પી.એમ.સહિતની કામગીરી હાથ ધરી હતી. અકસ્માત કરી ભાગી જનાર ક્રુજર તુફાન ગાડી ચાલક વિરુદ્ધ મૃતક ભાવેશભાઇ ના પિતા બાબુભાઈ નાનજીભાઈ અસારી એ ઇડર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા ઇડર પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. આર.ટી.ભગોરા એ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

Related posts

મુખ્યમંત્રી ભુપેંદ્ર પટેલે 249 કરોડના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી,રાજ્યની 10 નગરપાલિકાઓ અને 1 મહાનગરપાલિકાને પાણી પુરવઠા યોજના મંજુર કરાઈ.

saveragujarat

પોલીસ જરૂરીયાતમંદ લોકોને રૂ. ૩.૪૫ કરોડથી વધુ રકમની લોન અપાવશે

saveragujarat

ચીખલી, વાસંદા અને નવસારી તાલુકામાં ભૂકંપના આંચકા.

saveragujarat

Leave a Comment