Savera Gujarat
Other

ચીખલી, વાસંદા અને નવસારી તાલુકામાં ભૂકંપના આંચકા.

સવેરા ગુજરાત, નવસારી,તા.૨૩
ચીખલી, વાસંદા અને નવસારી તાલુકામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. સોમવારે મોડી રાતે ૧૨ઃ૧૦ કલાકે ૩.૨ રિક્ટર સ્કેલનો આંચકો અનુભવાયો હતો. આ પહેલા પણ ઓગસ્ટમાં નવસારીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા ૨.૯ હોવાનું જાણવા મળ્યું હતુ. ચીખલી, વાસંદા અને નવસારી તાલુકામાં સોમવારે મોડી રાતે ૧૨ઃ૧૦ કલાકે ૩.૨ રિક્ટર સ્કેલનો આંચકો અનુભવાયો હતો. કંપનું કેન્દ્રબિંદુ નવસારીથી ૨૯ કિલોમીટર દૂર નોંધાયું હતુ. ૧૫ દિવસમાં ભૂકંપનો આ બીજાે આંચકો આવતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. નોંધનીય છે કે, ઓગસ્ટમાં આવેલા ભૂકંપના આંચકાનું કેન્દ્ર બિંદુ ભીનાર ગામે નોંધાયું હતુ. સરકારી કચેરીઓ સહિત રહેણાંક વિસ્તારના લોકો બહાર નીકળી ગયા હતા. ભૂકંપને કારણે લોકોમાં ડરનો માહોલ જાેવા મળ્યો હતો. સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં સૂર્યા મરાઠી ગેંગના સાગરીત સફી શેખ નામના ઈસમ પર ફાયરિંગની ઘટના બની હતી. ઘટનાને પગલે પોલીસે તાત્કાલિક જુદી જુદી ટીમો બનાવી કુલ ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એમાંથી ત્રણ આરોપી જુવેનાઇલ હોવાનું સામે આવ્યું છે. સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલા રોયલ ઓટો નામની દુકાનની બહાર ફાયરિંગની ઘટના બની હતી. સફિ સેખ નામનો વ્યક્તિ ત્યાં બેઠો હતો. તે દરમિયાન તેના પર ફાયરિંગ થયું હતું. આ ફાયરિંગમાં સફી શેખ ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. મંગળવારે સવારે ડેમની સપાટી ૧૩૫.૯૩ મીટર પર પહોંચી હતી. ઉપરવાસમાંથી હાલ ડેમમાં ૪,૧૨૮૪૧ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. બીજી તરફ ડેમમાંથી ૪,૧૨૫૪૭ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમના ૨૩ દરવાજા ૨.૫ મીટર સુધી ખોલીને નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણી છોડવામાં આવતા નર્મદા નદીના કાંઠા વિસ્તાર નર્મદા, વડોદરા, ભરૂચને એલર્ટ કરવામાં આવ્યા છે.

Related posts

અમદાવાદની શિવાની શુક્લાએ નેશનલ પાવર લીફ્ટીંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યોં

saveragujarat

સિવિલ હોસ્પિટલમાં ૧૫મો વાર્ષિક ‘બ્લેડર એક્સસ્ટ્રોફી- એપિસ્પેડિયાસ સાત દિવસીય વર્કશોપ’ સંપન્ન

saveragujarat

૧૩ વર્ષથી નીચે, ૭૫ વર્ષથી ઉપરનાને અમરનાથ યાત્રાની મંજૂરી નહીં મળે

saveragujarat

Leave a Comment