Savera Gujarat
Other

પરીક્ષા પૂરી થવાની 30 મિનિટ પહેલા ધોરણ-10 નું હિન્દીનું પેપર વાયરલ

સવેરા ગુજરાત/અમદાવાદ તા.૦૯ :ગુજરાતમાં બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યાં ધોરણ 10નું બોર્ડની પરીક્ષાનું પેપર વાયરલ થયુ છે. ધોરણ 10 નું હિન્દીનું પેપર સોશિયલ મીડિયામાં ફરતું થયું છે. પેપર પૂરુ થવાના અડધો કલાક પહેલા સોશિયલ મીડિયા પેપર ફરતું થયું છે. રસપ્રદ બાબત એ છે કે, આ પેપર હાથથી સોલ્વ કરાયેલુ છે. પેપર ફેસબુક પેજ પરથી વાયરલ થયુ છે. જેમાં લખ્યું છે કે, ધોરણ 10 નું પેપર પૂરું થવાને હજી અડધા કલાક ની વાર છે પણ કોઈ અજાણ્યા નંબર પરથી આ પેપર વોટ્સએપ પર મળ્યું છે. આમ, પરીક્ષા પૂર્ણ થવાના 30 મિનિટ પહેલા સોશિયલ મીડિયામાં પેપર વહેતુ થયું છે. ત્યારે શિક્ષણ બોર્ડે તપાસ શરૂ કરી છે.પરીક્ષાના સમય દરમિયાન જ સોશિયલ મીડિયામાં વાયરલ થયુ હતું. પેપરનો સમય પૂર્ણ થાય તે પહેલાં પેપર વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. પરીક્ષા પૂર્ણ થવાના 30 મિનીટ પહેલા પેપર સોશિયલ મીડિયામાં વહેતુ થયું હતું. સોલ્વ કરેલુ પેપર અને આજે પુછાયેવુ પેપર એક સરખુ છે.

Related posts

પૃથ્વી પર પ્રલય આવી રહ્યો છે ,ઘરતી પર સર્વનાશની ૫ પ્રવૃત્તિઓની શરૂઆત થઈ ગઈ છે

saveragujarat

ગિરધરનગર સર્કલ પાસે આવેલી ગ્રીન ઓર્કિડ બિલ્ડીંગમાં લાગી આગ

saveragujarat

હાય મોંઘવારી : અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લિટરે બેનો વધારો કર્યો

saveragujarat

Leave a Comment