Savera Gujarat
Other

ગાંધીનગર-મુંબઈ વચ્ચે દોડનારી વંદે ભારત એક્સપ્રેસના કારણે તેજસને ફટકો પડશે?

સવેરા ગુજરાત, અમદાવાદ,તા.૧૬
ગાંધીનગર-મુંબઈ વચ્ચે દોડનારી નવી વંદે ભારત એક્સપ્રેસના ટાઈમિંગને લઈને રેવલે ઓથોરિટી મુશ્કેલીમાં મૂકાઈ છે. વંદે ભારતના ટાઈમિંગ તેજસ એક્સપ્રેસ અને શતાબ્દી એક્સપ્રેસ જેવી પ્રીમિયમ ટ્રેનોના ટાઈમ સાથે ક્લેશ થાય છે. મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડતી તેજસ એક્સપ્રેસ અને વંદે ભારત એક્સપ્રેસના પણ ટાઈમિંગ સરખા હોવાના કારણે ૈંઇઝ્‌ર્‌ઝ્‌રએ ચિંતા વ્યક્ત કરી છે. સૂત્રોના કહેવા અનુસાર, જાે આ નવી ટ્રેન સવારના સમયે શરૂ કરવામાં આવશે તો સવારે ૬.૪૦ કલાકે ઉપડતી તેજસ એક્સપ્રેસ તેમજ સવારે ૫થી૭ દરમિયાન ગોઠવાયેલી કર્ણાવતી એક્સપ્રેસ અને ડબલ ડેકર ટ્રેનો સાથે તેનો સમય અથડાશે. પરિણામે તેજસ એક્સપ્રેસ અને કર્ણાવતી એક્સપ્રેસના પેસેન્જરો વંદે ભારત એક્સપ્રેસ તરફ ખેંચાઈ જશે. વંદે ભારત એક્સપ્રેસ ગાંધીનગરથી શરૂ થવાની છે પરંતુ શતાબ્દીમાં જ ગાંધીનગરથી ગણ્યાગાંઠ્‌‌યા પેસેન્જરો ચડે છે. જાે વંદે ભારત એક્સપ્રેસ મુંબઈથી સવારે શરૂ કરવામાં આવી તો તેનો સમય મુંબઈથી સવારે ૬.૧૦ કલાકે ઉપડતી શતાબ્દી એક્સપ્રેસ સાથે ટકરાશે. અધિકારીઓનું કહેવું છે કે, જાે વંદે ભારત એક્સપ્રેસ બપોરે અમદાવાદથી ઉપાડવામાં આવે તો ફરીથી તેનો સમય શતાબ્દી સાથે ટકરાશે. જાે મુંબઈથી બપોરે ઉપડી તો તેજસ, કર્ણાવતી અને ડબલ ડેકર ટ્રેનોના ટાઈમ સાથે ટક્કર થશે. ૈંઇઝ્‌ર્‌ઝ્‌રના સૂત્રોનું માનીએ તો, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં લખવામાં આવેલા પત્રોમાં ટ્રેનોના ટાઈમિંગ ક્લેશ અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ચિંતા વ્યક્ત કરતાં તેમાં જણાવાયું હતું કે, સરખા ટાઈમિંગના કારણે ‘તેજસ એક્સપ્રેસ શરૂ કરવાનો જે મૂળ હેતુ હતો તેનો જ પરાજય થશે.’ અહીં ઉલ્લેખનીય છે કે, તેજસ એક્સપ્રેસ રેલવેની પ્રીમિયમ કોર્પોરેટ ટ્રેન છે. તેજસ એક્સપ્રેસ અમદાવાદથી સવારે ૬.૪૦ કલાકે ઉપડે છે અને ૧.૦૫ કલાકે મુંબઈ પહોંચાડે છે. જ્યારે વળતા મુંબઈ સેન્ટ્રલથી બપોરે ૩.૪૫ કલાકે ઉપડે છે અને અમદાવાદ રાત્રે ૧૦.૧૦ કલાકે પહોંચાડે છે. પ્રસ્તાવિત સમય અનુસાર, વંદે ભારત એક્સપ્રેસ અમદાવાદથી સવારે ૭.૨૫ કલાકે ઉપડશે અને મુંબઈ ૧.૩૦ કલાકે પહોંચશે. જ્યારે વળતા મુંબઈ સેન્ટ્રલથી બપોરે ૨.૪૦ કલાકે ઉપડશે અને રાત્રે ૯.૦૫ કલાકે અમદાવાદ આવી પહોંચશે. બંને ટ્રેનો વચ્ચે અમદાવાદથી ઉપડવાનો ગેપ ૪૫ મિનિટનો છે જ્યારે મુંબઈથી ઉપડવાનો ગેપ ૭૫ મિનિટ છે. વંદે ભારત એક્સપ્રેસનો રન ટાઈમ (અંતર કાપવા માટે લાગતો સમય) પણ તેજસ ટ્રેન કરતાં ઓછો છે. વંદે ભારત એક્સપ્રેસનો રન ટાઈમ ૬.૨૫થી૬.૫૦ કલાક વચ્ચેનો છે અને તેના કારણે પણ તેજસ ટ્રેનને અસર કરી શકે છે, તેમ સૂત્રોએ ઉમેર્યું. આ સેક્શનમાં પહેલીવાર વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે ત્યારે તેના કારણે તેજસની નવીનતા અને ભિન્નતા ક્ષીણ થતી જશે. રાજધાની તેજસ ટ્રેન શરૂ થવાના કારણે તેજસ એક્સપ્રેસને આછું-પાતળું નુકસાન તો થયું જ છે.”, તેમ રેલવે બોર્ડને લખેલા પત્રમાં ૈંઇઝ્‌ર્‌ઝ્‌રએ જણાવ્યું. એવું પણ કહેવાઈ રહ્યું છે કે, આ જ રૂટ પર દોડતી ઓછી કિંમતની એસી ડબલ ડેકર ટ્રેન અને વર્ષોથી ચાલતી કર્ણાવતી એક્સપ્રેસ સામે પોતાના પેસેન્જરો જાળવી રાખવા માટે તેજસ એક્સપ્રેસ સંઘર્ષ કરી રહી છે.

Related posts

કોરોના વોરિયર્સના પરિવારને 25 લાખની સહાય ચૂકવવા સરકારને આદેશ

saveragujarat

વડોદરાના યુવાન સાથે ક્રેડિટ કાર્ડને નામે ૬.૨૦ લાખની મોટી ઠગાઈ

saveragujarat

ઉનાળાની શરુઆત થતા ઈડરમા જીવદયા મિત્ર મંડળ દ્રારા પક્ષીઓ માટે પાણીના કુંડ ભરવામા આવ્યા

saveragujarat

Leave a Comment