Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચાર

અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાન્ચે નકલી દસ્તાવેજાે બનાવનાર પાંચ જેટલા શખસોની ધરપકડ કરી

સવેરા ગુજરાત, અમદાવાદ, તા.૧૩
અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાન્ચે ડુપ્લીકેટ દસ્તાવેજાે બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. આ ફેક્ટરીમાં વિદેશ જવા માટે થઈને જે કોઈપણ ડોક્યુમેન્ટોની જરૂર પડતી હોય તેવા તમામ પ્રકારના દસ્તાવેજાે આ ફેક્ટરીમાં બનાવવામાં આવતા હતા. શહેરના દિલ્હી દરવાજા પાસે બીજી ટાવરમાં આ ફેક્ટરી ચલાવવામાં આવતી હતી. એસઓજી ક્રાઈમ બ્રાન્ચે નકલી દસ્તાવેજાે બનાવનાર પાંચ જેટલા શખસોની ધરપકડ કરીને ૮,૫૦,૦૦૦ નો મુદ્દમાલ કબ્જે કર્યો છે.

અત્યાર સુધી બનાવટી પાસપોર્ટ અને અન્ય ડોક્યુમેન્ટ બનાવટી બનતા જાેયા હશે, પરંતુ આજે એક બે નહિ પરંતુ ૧૦૦ જેટલા અલગ અલગ ડોક્યુમેન્ટ ડુપ્લીકેટ બનતા હોય તેવી જગ્યાએ એસઓજી ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડીને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જેમાં મુખ્ય આરોપી સૂર્ય પ્રકાશ કોષ્ટી, અભિષેક કોષ્ટી , સહિત અન્ય ત્રણ આરોપી એમ કુલ પાંચ આરોપીઓને એઓસજી ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધા છે.
વિદેશ જવાની ઘેલછામાં લોકો પોતાને આખું જીવન બરબાદ કરી મુકતા હોય છે. ખોટા દસ્તાવેજાે હોવાના કારણે થઈને ઘણા એવા કિસ્સા બન્યા છે. જેમાં વિદેશના એરપોર્ટ પરથી જ વ્યક્તિએ પાછા આવવું પડ્યું હોય કારણ કે બનાવટી દસ્તાવેજના આધારે વિઝા મેળવ્યા હોય જેના લીધે આવા વિઝા લેનાર વ્યક્તિની તપાસ કરવામાં આવતી હોય છે. ત્યારે સમગ્ર ભાંડો ફૂટી જતો હોય છે અને આવા સમયે વિદેશમાં જવાનું સપનું એક સપનું જ બનીને રહી જતું હોય છે.
હાલ એસોજી ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આવનારા નજીકના સમયમાં આરોપીની મેરેથોન પૂછપરછ હાથ ધરાશે, અને હજી પણ અન્ય કેટલા માથા ઉપર સંડોવાયેલા છે તેની પણ તપાસ કરવામાં આવશે.

Related posts

રખડતા ઢોર મુદ્દે કથાકાર રમેશ ઓઝા લાલાઘૂમ, કહ્યું; ‘ગાયની સેવા કર્યા સિવાય દૂધ પીશો તો તે નહીં પચે’

saveragujarat

તાલિબાને ભારતને અફઘાનિસ્તાન સાથે કોમર્શિયલ ફ્લાઇટ શરૂ કરવા વિનંતી કરી…

saveragujarat

સમાજના ડરથી નવજાત દીકરીને તરછોડીને જતી રહી માતા

saveragujarat

Leave a Comment