Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારરાજકીય

ખેડૂતોને સ્માર્ટ ફોનની ખરીદ કિંમતના ૪૦ ટકા અથવા રૂ. ૬,૦૦૦ સુધીની સહાય અપવાની યોજના અમલી

સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૧૨
રાજ્યનાં ખેડૂતોને ખેતી સબંધિત માહિતી મળી રહે તથા ખેતીવાડી ખાતાની વિવિધ સહાયકારી યોજનાઓમાં લાભ મેળવવા માટે ઘરે બેઠા સરળતાથી ઓનલાઇન અરજી કરી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા સૌપ્રથમ વર્ષ ૨૦૨૧-૨૨માં રાજયનાં ખેડૂત દ્વારા ખરીદવામાં આવતાં સ્માર્ટફોન પર સહાય આપવા અંગેની યોજના અમલી બનાવી હતી. ચાલુ વર્ષઃ૨૦૨૨-૨૩માં રાજ્ય સરકાર દ્વારા આ યોજના હેઠળ રૂ. ૧ હજાર લાખની જાેગવાઈ કરાઈ છે. આ સહાયનો લાભ મેળવવા રાજ્યભરમાંથી ૩૩,૦૭૯ ખેડૂતો દ્વારા આઇ.ખેડૂત પોર્ટલ પર અરજી કરવામાં આવી છે. જે પૈકી ૧૩,૦૭૪ના પેમેંટ ઓર્ડર ઈસ્યૂ કરીને સહાયની ચૂકવણી કરવામાં આવી રહી છે. જ્યારે ગત વર્ષ ૨૦૨૧-૨૨માં આ માટે રૂ.૧૫૦૦ લાખની જાેગવાઇ કરવામાં આવી હતી. જે અંતર્ગત માર્ચ-૨૦૨૨ સુધીમાં ૧૬,૧૦૪ ખેડૂતોને રૂ. ૯૨૧.૧૮ લાખની સહાય ચૂકવી દેવામાં આવી છે તેમ કૃષિ વિભાગની યાદીમાં જણાવાયું છે.
ઉલ્લેખનીય છે કે, કૃષિક્ષેત્રે ડિજિટલ સેવાનો વ્યાપ દિવસેને દિવસે વધી રહ્યો છે. કૃષિક્ષેત્રે ડગલેને પગલે ખેડૂતો આઈ.ટી. ટેકનોલોજીના ઉપયોગ થકી નવી ખેત ઉપયોગી અદ્યતન તકનીકો અપનાવી પોતાની આવકમાં વધારો મેળવતા થયા છે. જેમાં ખેડૂતો દ્વારા હવામાન ખાતાની આગાહી, વરસાદની આગાહી, સંભવિત રોગ જીવાત ઉપગ્રહની માહિતી, ખેડૂત ઉપયોગી પ્રકાશનો, નવીનતમ ખેત પદ્ધતિ, રોગ-જીવાત નિયંત્રણની તકનીકી, ખેતીવાડી ખાતાની સહાય યોજનાઓની માહિતી મેળવવા તથા ખેતીવાડી ખાતાની યોજનાઓમાં સહાય મેળવવા ઓનલાઈન અરજી કરવા વગેરે જેવી બાબતો માટે ખેડૂતો દ્વારા બહોળા પ્રમાણમાં સ્માર્ટફોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં સ્માર્ટફોનની ખરીદી માટે સ્માર્ટ ફોન પર સહાય યોજના અમલી બનાવી છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદ કિંમતના ૪૦ ટકા અથવા રૂ.૬૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે મુજબ સહાયનું ધોરણ મંજુર કરવામાં આવે છે. જેનો લાભ મેળવવા ખેડૂતોએ આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહે છે તેમ યાદીમાં વધુ જણાવવામાં આવ્યું છે.

Related posts

રાજયના દરેક વાલીને પીન, ટાંકણી જેવી વસ્તુઓ બાળકોથી દૂર રાખવા અનુરોધ કરતા સિવિલ સુપ્રીટેન્ડન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી

saveragujarat

મહિલા સુરક્ષા હેતુસર મહિલા પ્રભાવીત જગ્યાએ પુરુષો પર મુકાયા નિયંત્રણ

saveragujarat

ક્રિસમસ પર ઠંડીએ રેકોર્ડ તોડ્યો, હજુ બે દિવસ ઠંડીમાં વધારો થશે

saveragujarat

Leave a Comment