Savera Gujarat
Other

મહિલા સુરક્ષા હેતુસર મહિલા પ્રભાવીત જગ્યાએ પુરુષો પર મુકાયા નિયંત્રણ

સવેરા ગુજરાત/સુરત:-  કોઈપણ સમાજ ત્યારે સભ્ય જણાય છે કે જ્યારે સમાજના તમામ વર્ગ શાંતી અને નિર્ભયતાથી પોતાનુ જીવન પસાર કરીશકે વિશેષ કરીને મહિલાઓ અને બાળકીઓ પોતને સુરક્ષીત સમ્જે અને નિર્ભય થઈને ઘરની બહાર જઈ શકે અને હરી ફરી શકે તે ખુબ જરુરી છે . તેમ છતાં કેટલાક અનીષ્ટ તત્વો સ્કુલ/કોલેજ જતી છત્રાઓ તથા પોતાના કામે જતી મહિલાઓ તેમજ એકલી જતી મહિલાઓને અશ્લીલ ચેનચાળા કરીને કે પીછો કરીને કે અસ્લીલ શબ્દોનો ઊચ્ચારણ કરીને અથવા તેમના ઊપર હુમલો કરીને પજવતા હોય છે. અમુક કેસોમા બળાત્કાર જેવા બનાવો પણ બની જાય છે. જેથી આવા બનાવો ને અટકાવવા તેમજ મહિલા સુરક્ષા વધારવા હેતુસર વ્યાજબી કારણ વગર સ્કુલો/કોલેજો/ટ્યુશન ક્લાસ તથા મહિલા હોસ્ટેલ આજુ-બાજુ બેસી રહેતા /ઊભા રહેતા ઈસમો (પુરુષો) ઊપર કેટલાક નિયંત્રણો મુકવા જરુર જણાય છે. તેવા સ્પષ્ટ ઊલ્લેખ સાથે સુરત પોલીસ કમિશ્નરે જાહેરનામુ બહાર પાડતા પત્રમા ચોખો નિર્દેશ કર્યો છે કે આ અમલવારીનો પીરિયડ તા.17/02/2022 થી 17/04/2022 સુધી અને સુરત શહેર પોલીસ કમિશ્નરશ્રીની હકુમત હેઠળનો સમગ્ર વિસ્તાર રહેશે.

 

Related posts

વૈષ્ણોદેવી મંદિરની ચોતરફ હિમવર્ષાનો અદ્ભૂત નજારો

saveragujarat

એલ.જી. હોસ્પિટલ ફરી એકવાર વિવાદમા સપડાઈ છે,સ્ટાફની બેદરકારીના કારણે નવજાત બાળક્ના મૃત્યુનો આક્ષેપ.

saveragujarat

Surat ની આ રંગોળી વિશ્વમાં ક્યાંય બીજે નથી બનતી, વિદેશથી લોકો આવે છે શીખવા

saveragujarat

Leave a Comment