Savera Gujarat
Other

ભરૂચમાં ધો.૯માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને નાપાસ કરવાની ધમકીના બળે પ્રિન્સિપાલે વારંવાર બળાત્કાર ગુજાર્યો

સવેરા ગુજરાત, ભરૂચ તા. ૧૧
શહેરમાં ગુરૂ શિષ્યનો સંબંધ લજવાયો છે. ધોરણ ૯ માં અભ્યાસ કરતી માસૂમ વિદ્યાર્થીનીને નાપાસ કરવાની ધમકી આપી આચાર્ય હેવાન બનીને દેહ ચુંથતો રહ્યો હતો. હાલ સમગ્ર પંથકમાં નરાધમ એવા આચાર્ય રણજીત પરમાર સામે ઘૃણા અને ક્રોધ ભભૂકી ઉઠ્‌યો છે. બીજી બાજુ ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, ભરૂચની સ્કૂલમાં ધોરણ ૯ માં અભ્યાસ કરતી ઍક વિદ્યાર્થિનીને નાપાસ કરવાની ધમકી આપી શાળાનાં આચાર્ય રણજીત પરમાર વારંવાર દુષ્કર્મ ગુજારતો હોવાની શિક્ષણ જગતને સમસાર કરતી ઘટના બહાર આવી છે. માસૂમ વિદ્યાર્થિની આવાં શારીરિક ત્રાસથી બચવા માટે શાળાએ જવાની આનાકાની કરી રહી હતી. માસૂમ વિદ્યાર્થિનીની હાલત કોઇને કહેવાય નહિ કે સહેવાય નહીં એવી થઈ ગઈ હતી. ગત ૩૦ ઓગસ્ટનાં રોજ આચાર્ય દ્વારા ફરી એકવાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. ત્રણ વખત દુષ્કર્મ ગુજાર્યા બાદ ડરી ગયેલી છાત્રાએ શાળાએ જવાનું પણ બંધ કર્યું હતું. તેવામાં ૧૦ સપ્ટેમ્બરનાં રોજ આચાર્ય રણજીત પરમાર દ્વારા શારીરિક અડપલા કરાતાં વિદ્યાર્થીની એકદમ ગભરાઈ ગઈ હતી અને આચાર્યની કેબિનમાથી ગભરાઈને બહાર દોડી આવી હતી. સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે, નરાધમ આચાર્ય રણજીત પરમાર ઝ્રઝ્ર્‌ફ કેમેરા બંધ કરી દુષ્કર્મ ગુજારતો હતો. આ સમગ્ર ઘટનાની જાણ વિદ્યાર્થિનીએ તેની બહેનને જાણ કરતા સમગ્ર કાંડનો ભાંડો ફૂટ્યો હતો. આ ઘટનાને લઈને પીડિતાની માતાએ બી ડિવિઝન પોલીસ મથક ખાતે પોલિસ ફરીયાદ નોંધાવી હતી. પોલીસે બળાત્કાર અને પોકસોની કલમો હેઠળ આચાર્યની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

આચાર્ય દેવવ્રતે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ૭૫૬ જેટલાં પદવી પ્રાપ્ત કરી રહેલાં વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી

saveragujarat

૨૪ કલાકમાં રાજ્યના ૨૦૦ તાલુકામાં વરસાદ

saveragujarat

આજથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર થશે શરૂ, 3 તારિખે રજૂ થશે બજેટ.

saveragujarat

Leave a Comment