Savera Gujarat
Other

અસ્વચ્છ સરકારી હોસ્પિટલોને સ્વચ્છ કરવા રાજ્ય સરકારના તેવર બદલાયાં ઃ ૧૩ સભ્યોની ખાસ કમિટી બનાવી

ગાંધીનગર,તા.૧૦
રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં ગંદકી દૂર કરવા ઉપરાંત ગંદી હોસ્પિટલોનો બદલાવ કરી દર્દીઓ ને ઝડપી સારવાર મળી રહે તે હેતુથી નેશનલ રૂરલ હેલ્થ મિશનના ડાયરેક્ટર રૈમ્યા મોહનની અધ્યક્ષતામાં ૧૩ મેડિકલ તજજ્ઞ અને ડોક્ટરોની ખાસ કમિટી બનાવી છે.જે આરોગ્યલક્ષી સેવાઓ અને સ્વચ્છતા અંગેનું મોનીટરીંગ અને સમીક્ષા કરશે. ગુજરાતની તમામ સરકારી હોસ્પિટલો ઉપરાંત મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો પીએચસી, સીએચસીમાં દર્દીઓને સ્વચ્છ વાતાવરણ વચ્ચે સારવાર મળી રહે તે માટે રાજય સરકારનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. હાલમાં રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં ગંદી ગોબરી રહી છે. જયારે કેટલીક હોસ્પિટલોમાં તો પારાવાર ગંદકીઓનું સામ્રાજ્ય જાેવા મળતું હોય છે. એટલે રાજ્યની હોસ્પિટલોનું જૂનું પુરાણું કલ્ચર બદલવા ૧૩ સભ્યોની ખાસ કમિટી બનાવી દેવામાં આવી છે. જે સ્વચ્છતાથી માંડી ને તમામ આરોગ્ય સેવાઓનું યોગ્ય મેનેજમેન્ટ નું મોનીટરીંગ કરશે.
ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે કોઇપણ દર્દી સારવાર માટે સરકારી કોઈપણ હોસ્પિટલમાં આવે તો પ્રથમ તો તે અને તેનો પરિવાર કેસ કઢાવવાની બાબતથી લઈ અન્ય બાબતોમાં માર્ગદર્શનના અભાવે ગોથે ચઢી જાય છે. એટલું જ નહી અતિશય ગંદકી અને દુર્ગંધ વાળી હોસ્પિટલમાં સારવાર કેમ લેવી તેની મથામણ થતી હોય છે. જાેકે આરોગ્ય વિભાગે હવે આ બાબતે એવો ર્નિણય લીધો છે કે હવેથી તમામ સરકારી હોસ્પિટલોમાં મુખ્ય પ્રવેશદ્વાર ઉપર હેલ્પડેસ્ક સાથે માર્ગદર્શન માટે ખાસ ગાઈડની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. ઉપરાંત સેનિટેશન ફેસિલિટી અને તેનો સુધારો કરવામાં પણ આવશે. સાથે સાથે દર્દીઓને ઝડપી સારવાર મળે તે માટે કેસ બારી, મેડિસિન કાઉન્ટર, લેબ કાઉન્ટર વિગેરેની સંખ્યા પણ વધારવાનું આયોજન છે. ઉપરાંત મૃતક દર્દી ના પાર્થિવ દેહનો ઝડપી નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. જયારે ઓર્ગન ટ્રાન્સપ્લાનટની બાબત માં યોગ્ય ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ઊભી કરવા સહિતની તમામ બાબતોમાં આ કમિટી કામગીરી કરશે એટલું જ નહીં તબક્કાવાર સમીક્ષા બેઠકો કરી જરૂરી માર્ગદર્શન અપાશે.

Related posts

ધોરણ-૧માં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો

saveragujarat

અમેરિકા જવાની ઘેલચામાં હવે ગોળીઓ છૂટવા લાગી, એજન્ટે કલોલના રહેવસી ના ઘરમાં ઘૂસીને કર્યુ ફાયરિંગ

saveragujarat

હર ઘર તિરંગા અભિયાનથી દેશના વિવિધ સમાજમાં ભેદભાવો ભૂલી સમરસતામાં વધારો થયો છ હર્ષ સંઘવી

saveragujarat

Leave a Comment