Savera Gujarat
Other

અમદાવાદ મ્યુ. કોર્પો. દ્વારા તંત્ર દ્વારા ૫૦થી પણ વધારે વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા

સવેરા ગુજરાત, અમદાવાદ,તા.૭
ભાદરવા માસની ચોથથી ગણેશ ચતુર્થીનો ઉત્સવ શરૂ થયો હતો. ગણેશોત્સવને લઈને રાજ્ય સરકારે ભગવાનના ભક્તોને મોટી ભેટ આપી છે.
આ સાથે જ ગણેશ ચતુર્થી પર્વને લઈને લોકોમાં ખૂબ જ ઉત્સાહ અને આનંદની લાગણી જાેવા મળી રહી છે. ત્યારે તંત્ર દ્વારા શહેરમાં ૫૦ થી પણ વધારે વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે. આ પવિત્ર તહેવાર પર ભક્તો ભગવાન ગણેશજીની ભાવથી ભક્તિ કરતા હોય છે. જેના ભાગરૂપે શેરીએ શેરીએ ગણપતિજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી રહી છે. ત્યારે સમગ્ર અમદાવાદ શહેરમાં અલગ અલગ જગ્યાએ ગણેશ વિસર્જનને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આશરે ૮ કરોડથી વધુના ખર્ચે ૫૦ થી પણ વધારે વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે. ઘણીવાર આપણે જાેઈએ છીએ કે ભક્તો નદીમાં કે તળાવમાં મૂર્તિઓ વિસર્જન કરીને જતા રહે છે. બાદમાં આના લીધે નદી કે તળાવનું પાણી ગંદુ થઈ જાય છે. જેને કારણે પ્રદૂષણ ફેલાય છે. પરંતુ આ વખતે લોકોએ માટીમાંથી બનેલી ગણેશજીની પ્રતિમા લાવ્યા હતા. આનું મુખ્ય કારણ એ છે કે આ પ્રતિમાઓ પાણીમાં સરળતાથી પીગળી જાય છે તથા પર્યાવરણનું જતન થાય છે. આ સાથે મૂર્તિ ઈકોફ્રેન્ડલી પણ બનાવવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ મૂર્તિનું વિસર્જન કરવા માટે બહાર ક્યાંય જવાની જરૂરિયાત રહેતી નથી. બાદમાં આ માટીનો ઉપયોગ ફૂલ-છોડ રોપવા માટે પણ કરી શકાય છે. પરંતુ ઘણી જગ્યાએ વિશાળકાય મૂર્તિઓ લાવવામાં આવી છે. જેનું વિસર્જન કુંડમાં કરી શકાય તે માટે કોર્પોરેશન દ્વારા દરેક વિસ્તાર મુજબ કેટલાક વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે.

Related posts

ઈડર પાંજરાપોળ ખાતે લીલુ ઘાસ ખાવાથી એક સાથે 116 ગાયો ને ફૂડ પોઈઝનીગ થયું.

saveragujarat

રાજકોટમાં ભાદર-૨ ડેમના ૬ દરવાજા ૫ ફુટે ખોલાયા

saveragujarat

સીનીયર સીટીઝન સત્સંગ મંડળ માધવબાગ પાયલ નગર નરોડા અમદાવાદ તરફથી સલ્મ વિસ્તારમાં વિના મૂલ્યે ચંપલનું વિતરણ કર્યુ

saveragujarat

Leave a Comment