Savera Gujarat
કરંટ અફેયરતાજા સમાચારરાજકીય

ચૂંટણી પહેલા ભાજપે કમર કસી, ભૂપેન્દ્ર પટેલ વિવિધ સમાજના અગ્રણીઓને મળી રહ્યા છે

 

સવેરા ગુજરાત, ગાંધીનગર,તા.૩
આ વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે અને તમામ રાજકીય પાર્ટીઓમાં તેના કારણે હલચલ શરુ થઈ ગઈ છે. મતદારોને રીઝવવા માટે પાર્ટીઓએ તૈયારી શરુ કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટી પણ સત્તા જળવાઈ રહે તે માટે પ્રયત્નો કરી રહી છે. આચારસંહિતા લાગૂ કરવામાં આવે તે પહેલા રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ રાજ્યમાં વસતા નાના સમાજાે સાથેની વાતચીત શરુ કરી દીધી છે.
ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સ્થિત પોતાના નિવાસસ્થાન ખાતે સમાજના નેતાઓને બોલાવીને વાતચીત કરી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કર્યુ હતું, જેમાં રામનંદી સમાજના વડીલો હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ સમાજનું પ્રતિનિધિત્વ કરનારા તે લોકો સાથે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ વિકાસલક્ષી યોજનાઓ વિશે વાત કરી હતી. તમને જણાવી દઈએ કે પાછલા થોડા સમયમાં મુખ્યમંત્રીએ વણઝારા, મોચી, માળી, નાઈ-વાણંદ, ગોસ્વામી સહિત અનેક સમાજના આગેવાનો સાથે વાતચીત કરી હતી. ભારતીય જનતા પાર્ટી પૂરજાેશમાં ચૂંટણીની તૈયારી કરી રહી છે. એક સત્તાવાર નિવેદન અનુસાર, ઝ્રસ્ર્ં દ્વારા આગામી સમયમાં આ પ્રકારે વિવિધ સમાજના નેતાઓ સાથેની ૫૦થી વધારે મુલાકાતોની યોજના તૈયાર કરવામાં આવી છે. જાહેર કરવામાં આવેલી પ્રેસ રીલિઝ અનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જણાવે છે કે, ડબલ એન્જિન સરકારના પરિણામે, ગુજરાતમાં વિકાસના કાર્યોની ઝડપ અને પ્રમાણ બન્નેમાં વધારો થયો છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ બાબતે ગુજરાત નોંધપાત્ર રીતે આગળ વધી રહ્યું છે. સરકાર વિવિધ યોજનાઓનો ઉપયોગ લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે કરી રહી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, પાછલા ૨૦ વર્ષથી ગુજરાતની જનતા સારા શાસનનો અનુભવ કરી રહી છે. લોકો જાેઈ રહ્યા છે કે પાછલા આઠ વર્ષોથી કેન્દ્ર અને ગુજરાત સરકાર સાથે મળીને વિકાસલક્ષી કાર્યો કરી રહ્યા છે. ગુજરાત સરકારની યોજનાઓનો લાભ છેવાડાના સ્થળો સુધી પહોંચી રહી છે. કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત વીજળી, પાણી, શિક્ષણ અને સ્વાસ્થ્યને લગતી સુવિધાઓનો લાભ ગુજરાતની જનતાને મળી રહ્યો છે. આ સિવાય રીલિઝમાં લખવામાં આવ્યું છે કે, ગુજરાત સરકારે આ વર્ષે જે બજેટ જાહેર કર્યું છે તેમાં સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે, સમાજના પ્રત્યેક વર્ગને લાભ મળે તેમજ દેશના વિકાસનું એન્જિન ગુજરાત રાજ્ય બને તેને પૂરતું મહત્વ આપવામાં આવ્યું છે.

Related posts

એસજી હાઈવેના તમામ ઓવરબ્રિજ પર કેમેરાનું અભેદ્ય સુરક્ષા કવચ ગોઠવાયું

saveragujarat

મેક્સિકોમાં કાર રેસિંગમાં અંંધાધૂંધ ફાયરિંગ કરાયું

saveragujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૨-૧૫ દિવસમાં ૪૦ રેલીઓ ગજવશે

saveragujarat

Leave a Comment