Savera Gujarat
Other

પોલીસ ગ્રેડ પે આંદોલન મુદ્દે શિસ્તભંગની કાર્યવાહી બદલ અરવલ્લીના એએસઆઇ સસ્પેન્ડ

 

સવેરા ગુજરાત, ગાંધીનગર તા. ૦૩
ગ્રેડપે આંદોલન મામલે પોલીસ પરિવારની મહિલાઓને ઉશ્કેરવા બદલ અરવલ્લીના ઈસરી પોલીસ મથકના એએસઆઇ જયદીપસિંહ વાઘેલાને મોડી રાત્રે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઘટના ૯ મહિના પહેલાની છે. ૯ મહિના પહેલા ગ્રેડ પે સમર્થન આંદોલનમાં જાેડાવા મુદ્દે તેમના પર શિસ્તભંગ મામલે ખાતાકીય કાર્યવાહી કરાઈ છે. પોલીસકર્મીઓના આંદોલનમાં વધુ બેનો ભોગ લેવાયો છે.
જયદીપસિંહ વાઘેલા ઈસરી પોલીસ મથકમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા હતા. ગત મોડી સાંજે તેમના સસ્પેન્શનનો એકાએક ઓર્ડર આવ્યો હતો. જે જાેઈને તેઓ ચોંકી ઉઠ્‌યા હતા. ડ્યુટીમાં દખલ કરવા બદલ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
૯ મહિના પહેલાની ઘટના છે. ગાંધીનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે તારીખ ૭ જાન્યુઆરીના રોજ પોલીસ પરિવારની મહિલાઓ ગ્રેડ પે મામલે રસ્તા પર બેસી અને ધરણાં કરી રહી હતી. જેના બાદ અનેક પોલીસ પરિવારની મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી. આ દરમિયાન જયદીપસિંહ વાઘેલા ત્યાં આવ્યા હતા. તેમણે બળજબરી કરી રહેલા પોલીસ કર્મચારીઓને જયદીપસિંહે અટકાવ્યા હતા. તેમને કહ્યું હતું કે, જાે મહિલાઓ ગાડીની અંદર નથી બેસવા માંગતી તો કેમ બેસાડો છો?

Related posts

શું કોઈ 10નો સિકકો સ્વિકારવાની ના પાડે છે? તો અહીં ફરિયાદ કરો

saveragujarat

મેલબોર્નમાં મુકાબલામાં પાકિસ્તાનને હરાવી દેશને આપી દિવાળી ગિફ્ટ

saveragujarat

પીએમએ ૩૮ લાખ વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમના માધ્યમથી સંવાદ

saveragujarat

Leave a Comment