Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારરાજકીય

ગુજરાતના આંદોલનકારી નેતા હાર્દિક અને અલ્પેશ કઈ બેઠક પરથી લડશે ચૂંટણી?

સવેરા ગુજરાત, ગાંધીનગર તા. ૦૨
ગુજરાત વિધાનસભાની વર્ષ ૨૦૨૨ ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક રાજકીય પક્ષો સાથે જાેડાયેલા જુદા જુદા નેતાઓ પોતાની વિધાનસભા બેઠક પાકી કરવા માટે રાજકીય સોગઠા ગોઠવી રહ્યા છે. આ દરમિયાન સૌ કોઈની નજર વર્ષ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી દરમિયાન સત્તાધારી પક્ષ ભાજપ અને તેમની સરકાર સામે બાયો ચડાવનાર આંદોલનકારી નેતાઓ પર ટકી છે. ૨૦૧૭ના વર્ષમાં હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણીએ સરકાર સામે મોરચો ખોલ્યો હતો. ૨૦૧૭ના વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ ૯૯ બેઠક જીતીને પોતાની સરકાર બનાવી હતી. આ વાતને હવે પાંચ વર્ષ વીતી ગયો છે. આંદોલનકારી નેતાઓએ પણ પોતાની રાજકીય ભૂમિકા બદલી છે.
વર્ષ ૨૦૧૭માં ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર સેના ઊભી કરી દારૂબંધી, વ્યસન મુક્તિ સાથે અલ્પેશ ઠાકોર મેદાન ઉતર્યા હતા અને ઓબીસી સમાજની અંદર હીરો થયા હતા. વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતાની સાથે જ વર્ષ ૨૦૧૭માં અલ્પેશ ઠાકોર કોંગ્રેસ પાર્ટી સાથે જાેડાયા હતા. ગુજરાત કોંગ્રેસે વર્ષ ૨૦૧૭માં અલ્પેશ ઠાકોરને રાધનપુર વિધાનસભા બેઠક પર ચૂંટણી લડાવી હતી. અલ્પેશ ઠાકોર રાધનપુર બેઠક પરથી ધારાસભ્ય બન્યા પરંતુ અલ્પેશ ઠાકોરની કોંગ્રેસ સાથેની દોસ્તી ખૂબ લાંબો સમય ચાલી ન હતી. વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી બાદ અલ્પેશ ઠાકોર ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા. ત્યારબાદ રાધનપુર બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર પણ બન્યા. જાેકે, અલ્પેશ ઠાકોર ચૂંટણી હારી ગયા હતા.
બીજેપી અલ્પેશને રાધનપુર બેઠક પરથી ઉતારે તેવી સંભાવના
હવે વર્ષ ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે અલ્પેશ ઠાકોર ભારતીય જનતા પાર્ટીમાં પોતાના રાજકીય પાસાઓ ગોઠવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના સૂત્રો જણાવી રહ્યા છે કે અલ્પેશ ઠાકોરને ભારતીય જનતા પાર્ટી રાધનપુર અથવા કલોલ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી મેદાને ઉતારે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. આમ પણ અલ્પેશ ઠાકોરે છેલ્લા છ મહિનાથી રાધનપુર વિધાનસભા બેઠકનો પ્રવાસ વધારી દીધો છે. રાધનપુર ખાતે વર્તમાન સમયમાં જ અલ્પેશ ઠાકોરે ઘર પણ લઈ લીધું છે. હવે જાેવાનું રહેશે કે અલ્પેશ ઠાકોરને ભારતીય જનતા પાર્ટી કઈ બેઠક પરથી ચૂંટણી લડાવે છે.
બીજેપી હાર્દિક પટેલને વિરમગામ અથવા ટંકારા પરથી ચૂંટણી લગાવી શકે
અલ્પેશની જેમ હાર્દિક પટેલ પણ રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં સામેલ થયા હતા. કોંગ્રેસે હાર્દિક પટેલને કાર્યકારી અધ્યક્ષ પણ બનાવ્યા પરંતુ કોંગ્રેસ સાથે હાર્દિક પટેલની દોસ્તી પણ લાંબો સમય ન ચાલતા તેમણે કાૅંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું હતું અને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. હાર્દિક પટેલ પણ વર્ષ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી લડવા માટે પોતાના રાજકીય પાસાઓ ગોઠવી રહ્યા છે.
ભારતીય જનતા પાર્ટીના સૂત્રો જણાવી રહ્યા છે કે હાર્દિક પટેલને પાર્ટી હાર્દિક પટેલના માદરે વતન વિરમગામ અથવા તો સૌરાષ્ટ્રના મોરબી જિલ્લાની ટંકારા બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતારે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. આ બંને નેતાઓ આંદોલન કરીને નેતા બન્યા છે અને બાદમાં પક્ષ પલટો પણ કર્યો છે. હવે જાેવાનું રહેશે કે ભારતીય જનતા પાર્ટી આ બંને નેતાઓને કઈ બેઠક પરથી ચૂંટણી લડાવે છે.

Related posts

જગન્નાથ મંદિર દ્વારા ૩ ખાસ મુગટ રામ મંદિરને અર્પણ કરાશે

saveragujarat

રાજકોટ માટે ખુશ ખબર આવી છે,ઓગસ્ટ 2022માં નવું ઇન્ટરનેશનલ એરપોર્ટ શરું થશે.

saveragujarat

પાંચ વિધાનસભાની ચૂંટણીઓ બાદ પેટ્રોલ- ડીઝલમાં ભાવ વધારાનો સિલસિલો શરૂ

saveragujarat

Leave a Comment