Savera Gujarat
Other

પટણાના ગ્રામિણ વિભાગના ઇજનેરના પાસેથી અધધધ..પાંચ કરોડ રોકડા સહિત દસ્તાવેજ અને દાગીના મળ્યાં

પટણા તા. ૨૭
પટણામાં સરકારી એન્જિનિયર સંજય કુમાર રાયના ઘરે દરોડાની કાર્યવાહીમાં ૩.૬ કરોડ રૂપિયાથી વધુ કેશ મળી છે. અહીંથી દાગીના અને દસ્તાવેજાે પણ મળી આવ્યા છે. એન્જિનિયરનું પોસ્ટિંગ કિશનગંજમાં છે. નિગરાણી વિભાગે દરોડા પાડ્યા જેમાં આ કાળી કમાણી અને ગેરકાયદેસર રીતે ઊભી કરેલી સંપત્તિનો ખુલાસો થયો. નિગરાણી વિભાગના ડીએસપી અરુણકુમાર પાસવાનના નેતૃત્વમાં દરોડાની કાર્યવાહી ચાલુ છે. પટણા અને અન્ય ઠેકાણા ઉપર પણ દરોડાની કાર્યવાહી ચાલુ છે.
મળતી માહિતી મુજબ પટણામાં ગ્રામીણ કાર્ય વિભાગના એન્જિનિયર સંજય કુમાર રાયના ત્યાં નિગરાણી વિભાગની ટીમે રેડ મારી. ગ્રામીણ કાર્ય વિભાગના લાંચીયા એન્જિનિયરના ઘરેથી ૩ કરોડથી વધુની રોકડ મળી આવી. ભ્રષ્ટ એન્જિનિયરના પટણા અને અન્ય ઠેકાણા પર દરોડાના કાર્યવાહી ચાલુ છે. કેશ ઉપરાંત ઘરેણા અને જમીનના ડોક્યુમેન્ટ્‌સ પણ મળી આવ્યા છે.
પટણા ઉપરાંત એન્જિનિયર સંજયકુમાર રાયના કિશનગંજ ખાતેના ઘરે પણ દરોડા પડ્યા છે. અધિકારી કિશનગંજ ઇઈર્ં૨ કાર્યાલયમાં તૈનાત છે. કિશનગંજના લાઈન મોહલ્લામાં અધિકારીનું ઘર છે. આ દરોડા નિગરાણી વિભાગ ડીએસપી અરુણ કુમાર પાસવાનના નેતૃત્વમાં પડ્યા છે. એવું કહેવાય છે કે દરોડામાં પૈસાનો આંકડો હજુ વધી શકે છે. બિહારમાં ૪ જગ્યાએ દરોડાની કાર્યવાહી ચાલુ છે. જેમાંથી કિશનગંજના ૩ અને પટણાનું એક ઠેકાણું સામેલ છે. કિશનગંજમાં ત્રણ સ્થળો પર દરોડા પડ્યા જ્યાં એક જગ્યાએ એન્જિનિયરના ખાનગી સચિવના ઘરેથી ૨.૫૦ કરોડ મળી આવ્યા. આ આંકડો હજુ વધી શકે છે. બીજાે દરોડો વિભાગના લેખાલિપિક ખુરર્રમ સુલ્તાનના ઘરે પડ્યો જ્યાંથી ૧૧ લાખ મળી આવ્યા. ત્રીજાે દરોડો સંજયકુમારના ત્યાં પડ્યો અને અહીં હજુ કાર્યવાહી ચાલુ છે.

Related posts

મસ્જિદમાંથી નમાજ ચાલુ થતા સ્મૃતિ ઈરાનીએ ભાષણ અટકાવ્યુંં

saveragujarat

હોળી ઈફેક્ટઃ ઉત્તર ભારત તરફ જતી તમામ ટ્રેન હાઉસફુલ

saveragujarat

રાજ્યમાં માત્ર સપ્તાહમાં જ સિઝનનો ૧૯ ટકા, કચ્છ-સૌરાષ્ટ્રમાં ૩૯ ટકા વરસાદ

saveragujarat

Leave a Comment