Savera Gujarat
Other

જન્માષ્ટમીના પવિત્ર પર્વ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરાશે

સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૧૮
ભગવાન વિષ્ણુના અવતાર એવા ભગવાન શ્રીકૃષ્ણનાં જન્મદિવસને જન્માષ્ટમીનાં તહેવારનાં રૂપમાં ઉજવાય છે. શ્રાવણ વદ આઠમની તિથિ જન્માષ્ટમી નિમિત્તે, ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. આ તહેવારને કૃષ્ણ જન્મોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. જન્માષ્ટમી હિંદુઓનો વાર્ષિક તહેવારના રૂપમાં ઉજવાય છે. આ તહેવાર રક્ષાબંધનથી આઠમા દિવસે આવે છે. આ દિવસે લોકો ઘરમાં અને મંદિરોમાં ભવ્ય ઉજવણી કરે છે. લોકો ઘરમાં પણ શ્રીકૃષ્ણના ગોકુળિયું સજાવે છે અને આખો દિવસ ઉપવાસ કરે છે અને જુદી – જુદી વાનગીઓનો ભોગ કે ૫૬ ભોગ લગાવે છે. ભગવાન શ્રી કૃષ્ણનું રાજ્ય એવી દ્વારકા નગરી અને એમનું જન્મસ્થળ એવી મથુરાનગરીમાં આ તહેવારની ભવ્ય ઉજવણી થાય છે. લોકો કૃષ્ણભક્તિમાં ડૂબી જાય છે.
આપણે જાણીએ જ છીએ કે જન્માષ્ટમીની રાત્રે ૧૨ વાગ્યે શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. મંદિરોમાં અને ઘરોમાં પણ લોકો જન્માષ્ટમીને દિવસે રાત્રે શ્રીકૃષ્ણનો અભિષેક, પૂજન અને આરતી કરીને ઉજવણી કરે છે. આજનાં દિવસે મંદિરો અને હવેલીઓમાં ભક્તોની ભીડ ઉમટે છે પોતાનાં વ્હાલા બાલગોપાલને હિંડોળામાં ઝુલાવવા માટે. શ્રાવણ મહિનામાં શ્રી કૃષ્ણ ભગવાનનાં હિંડોળાનાં દર્શન કરવા મળે એ પણ એક લ્હાવો છે. આ દિવસે શહેરના રસ્તાઓ પર મટકીફોડ પ્રતિયોગિતા પણ રાખવામાં આવે છે. કેટલાંક લોકો આ પ્રતિયોગિતા જન્માષ્ટમીનાં બીજા દિવસે એટલે કે છડી નોમનાં દિવસે રાખે છે. મટકીફોડ કાર્યક્રમ મુંબઈમાં ખૂબ ધામધૂમથી ઉજવાય છે. ખાસ કરીને મુંબઈનાં દાદર અને વિરાર વિસ્તારમાં. આખો દિવસ “ગોવિંદા આલા રે આલા જરા મટકી સંભાળ બ્રિજબાલા” ગીત ગુંજે છે. ભારે સંખ્યામાં લોકો આ મટકીફોડનો આનંદ ઉઠાવે છે. મટકી ફોડ પ્રતિયોગિતા માટે ઈનામો પણ રાખવામાં આવે છે. ક્યારેક તો ખૂબ ઊંચી મટકી બાંધી હોય તો ઈનામ પણ મોટું જ હોય છે. ક્યારેક સંતાનપ્રાપ્તિની ખુશીમાં મટકી ફોડ કરાવવામાં આવે છે. માન્યતા અનુસાર ફૂટેલી માટલીની ટુકડીને તિજાેરીમાં રાખવી શુકનવંતી માનવામાં આવે છે. શ્રીકૃષ્ણ માતા દેવકી અને વસુદેવનાં આઠમા પુત્ર છે. જેનો જન્મ મથુરામાં રાત્રે ૧૨ વાગ્યે કારાગૃહમાં થયો હતો. ભવિષ્યવાણી અનુસાર શ્રી કૃષ્ણ એમના મામા કંસનો કાળ બનવાના હતા અને તેમનો વધ કરવાના હતા. આથી કૃષ્ણને કંસ મારી નાખવાનો હતો એ ડરથી એમના પિતા વસુદેવ શ્રીકૃષ્ણને યમુના નદી પાર કરીને એમનાં પરમ સખા બાબા નંદરાય અને તેમની પત્ની યશોદા પાસે મૂકી આવ્યા હતા. જન્મથી જ સંઘર્ષ કરતા શ્રી કૃષ્ણ ભગવાન સાથે અનેક કથા જાેડાયેલી છે.
શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા કરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં લેવાથી ભગવાન પ્રસન્ન થાય છે. શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા કરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં લેવાથી ભગવાન પ્રસન્ન થાય છે. નાનપણથી જ શ્રી કૃષ્ણને મોરપીંછ પ્રત્યે અપાર લગાવ હતો. આથી જ મોરપીંછ ભગવાન કૃષ્ણનો શૃંગાર છે. જાેકે ભગવાન કૃષ્ણને મોરપીંછ ખૂબ જ પ્રિય છે. એટલા માટે જન્માષ્ટમીના દિવસે તેમને મોરપીંછ જરૂર અર્પણ કરવું જાેઈએ. વાંસળી પણ શ્રી કૃષ્ણની પ્રિય છે. વાંસળી વિના શ્રી કૃષ્ણ અધૂરા છે. જન્માષ્ટમીના દિવસે ભગવાનને વાંસળી પૂજાના સમયે અર્પિત કરો. જન્માષ્ટમીના દિવસે ઘરમાં ગાય અથવા વાછરડાની નાની મૂર્તિ લાવી બાલગોપાલ સાથે મૂકવી. ગાય શ્રી કૃષ્ણની વ્હાલી છે. શંખમાં દૂધ લઈને ભગવાન કૃષ્ણને અભિષેક કરો. સાથે જ પૂજા કરતી વખતે પારિજાતના ફૂલ ચઢાવવા. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણને ૫૬ ભોગ પકવાન ચઢાવવાની પરંપરા છે. ૫૬ ભોગથી ભગવાન પ્રસન્ન થઈ જાય છે અને ભક્તની મનોકામના પૂરી કરે છે. છપ્પન ભોગમાં ભગવાનને પ્રિય તમામ વાનગીઓ પીરસવામાં આવે છે.

Related posts

સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને જામનગરમા વિશ્વ મહિલા દિવસની કરાઈ ઉજવણી

saveragujarat

6ઠ્ઠી માર્ચથી સમગ્ર રાજ્યમાં પોલીસ તરફથી ટ્રાફિકના નિયમોની સુયોગ્ય અમલવારી માટે ખાસ Traffic drive શરૂ કરાશે.

saveragujarat

100 વર્ષથી વધુ જૂની મસ્જીદોના ગુપ્ત સર્વે માટે સુપ્રીમમાં રીટ

saveragujarat

Leave a Comment