Savera Gujarat
Other

ઈડર ૧૪ કરોડના ભ્રષ્ટાચારની વાતો પોકળ,સહકારી જીનની હાલની વ્યવસ્થાપક કમિટીને ક્લિનચીટ આપતાં અધિક રજીસ્ટ્રાર

સવેરા ગુજરાત/ઈડર:-   ઈડર સહકારી જીન મીલના કોમર્શિયલ બાંધકામ મામલે છેલ્લા કેટલાય સમયથી ઈડર જીન બચાવો સમિતિ અને હાલની કાર્યરત જીન વ્યવસ્થાપક કમિટી વચ્ચે વિવાદ ચાલતો હતો તેનો અંત આવતાં આ વિવાદ મામલે સમગ્ર પ્રકરણ ઉપરથી પડદો ઉંચકાયો છે ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી સામે આવી ગયું છે જ્યારે આ સમગ્ર મામલે ઈડર સહકારી જીનના ચેરમેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ખેડૂત મિત્રોને જણાવતા આનંદ થાય છે કે છેલ્લા કેટલાક સમયથી જીન બચાવો સમિતિ દ્વારા જે ખોટી રીતે આંદોલન ચલાવી રહ્યા હતા તેનું સત્ય છેવટે બહાર આવી ગયું જીલ્લા રજીસ્ટારે જે ખોટો હુકમ કરી વહીવટદારની નિમણૂક કરી હતી તેના ઉપર અધિક રજીસ્ટારે મનાઈ હુકમ ફરમવ્યો હતો ત્યારબાદ અધિક રજીસ્ટ્રારએ આ અપીલ ઈડર સહકારી જીને કરેલાં જવાબ અને જીલ્લા રજીસ્ટારે કરેલ પેરા વાઈસ રીમાર્કસ ધ્યાને લઈ ગુણદોષના આધારે સહકારી જીનના હોદ્દેદારોને ક્લીનચીટ આપી જીલ્લા રજીસ્ટ્રારના હુકમને રદબાતલ કરી સહકારી જીનના વહીવટદારોને ક્લીન ચીટ આપી છે જીન બચાવો સમિતિ દ્વારા જે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા તે બિલકુલ પાયાવિહોણા તથા ગેરવ્યાજબી સાબિત થયા છે તો હવે આ સમિતિના આગેવાનો પાસે તાલુકાના ખેડૂતોએ તથા મંડળીઓએ જવાબ માગવો જોઈએ આ સંસ્થાને આખા રાજ્યમાં બદનામ કરી અને પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી છે આ સમિતિ જીલ્લાના કોઈ સહકારી આગેવાનના ઈશારે કામ કરતી હોય તેવું દેખાઈ રહ્યું છે તો આવા આગેવાનોથી દૂર રહી ખેડૂત મિત્રોએ સંસ્થાનું જતન કરવું પોતાની ફરજ સમજી વહીવટમાં સાથ અને સહકાર આપવો તથા આવી સમિતિઓ ઉપર બદનક્ષીનો દાવો કરવો જોઈએ ખેડૂતોને તથા મંડળીઓને જે કોમ્પ્લેકસમાં રૂપિયા ૧૪ કરોડનો ભ્રષ્ટાચાર થયો છે તેવું કહીને ગેરમાર્ગે દોર્યા હતા તે બાબતે ઓડિટરે પણ ભ્રષ્ટાચાર થયાનો ઉલ્લેખ કરેલો નથી તો આવું ખોટું બોલવાની શું જરૂર પડી માટે ખેડૂતોને આવી સમિતિઓથી દૂર રહેવું જોઈએ.

 

Related posts

વાપીમાં ૨૦૨૦માં ૧૬ લાખની કરાયેલી લૂંટમાં વેલસેટ થઇ ગયેલા લૂંટારૂ કઇ રીતે પોલીસના સીકંજામાં ફસાયાં

saveragujarat

કોંગ્રેસના દેખાવમાં સુધારો છતાં ૨૦૨૪માં એનડીએની સરકાર ફરી ચૂંટાવાના સંકેત

saveragujarat

આ વર્ષે ગરમી તેના તમામ રેકોર્ડ તોડે તેવી સંભાવના

saveragujarat

Leave a Comment