Savera Gujarat
Other

અનુષ્કા-વિરાટ કોહલીની દીકરી વામિકા વર્ષની થઈ

મુંબઈ,તા.૧૨
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની દીકરી વામિકા ૧૧ જાન્યુઆરી એક વર્ષની થઈ ગઈ છે અને ટિ્‌વટર પર
#HAPPYBIRTHDAYVAMIKA પણ ટ્રેન્ડ થઈ રહ્યું છે. અનુષ્કા કે વિરાટમાંથી કોઈએ હજી સુધી વામિકાને બર્થ ડે વિશ કરતી પોસ્ટ શેર કરી નથી પરંતુ મામા કર્ણેશ તરફથી તેને શુભેચ્છા મળી ગઈ છે. અનુષ્કા શર્માના ભાઈ કર્ણેશે વામિકાની કેટલીક અદ્દભુત તસવીરોનું કોલાજ શેર કર્યું છે, જે તેના માતા-પિતા દ્વારા પહેલાથી જ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. લાડકી ભાણીને વિશ કરતા તેણે લખ્યું છે હેપ્પી ગ્રોઈંગ અપ કિડો શ્રેષ્ઠ માતા-પિતા માટે વધુ કેટલીક શ્રેષ્ઠ યાદો બને. વામિકા એક વર્ષની થઈ ગઈ છે અને અનુષ્કા તેમજ વિરાટ અત્યારસુધીમાં તેની સાથેની ઘણી તસવીરો શેર કરી ચૂક્યા છે પરંતુ એકમાં પણ તેનો ચહેરો દેખાડ્યો નથી. કપલે જન્મ થયો ત્યારથી તેની પ્રાઈવસીનું પૂરતું ધ્યાન રાખવાનું નક્કી કર્યું હતું. તેથી, જ્યારે તેનો જન્મ થયો ત્યારે તેમણે ફોટોગ્રાફર્સને તેની તસવીરો ક્લિક ન કરવાની વિનંતી કરી હતી. અગાઉ, કોહલીએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી વામિકાની ઉંમર ન થાય અને સોશિયલ મીડિયાની દુનિયા શું છે તે સમજે ત્યાં સુધી તેઓ તેનો ચહેરો દેખાડશે નહીં. આ સિવાય અનુષ્કા શર્માએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, પોતાના જેવી જ વિશિષ્ટતા વામિકામાં પણ છે. તેણે કહ્યું હતું ‘મને લાગે છે વામિકા દૃઢનિશ્ચયી છે. મને લાગે છે કે, તેને કંઈ કરવું હોય તો પછી તે કરીને જ રહે છે.
તેની આ જ આદત તેને જીવનમાં ખૂબ ઉપયોગી થશે. આ જાેઈને મને આનંદ થાય છે કારણકે હું પણ આવી જ હતી. પેરેન્ટિંગ વિશે વાત કરતાં અનુષ્કાએ આગળ કહ્યું હતું ‘મારી ભૂમિકા વામિકાને માર્ગદર્શન આપવાની, તેનો સપોર્ટ કરવાની છે પણ આ દરમિયાન હું તેને નાનામાં નાની વસ્તુની વ્યવસ્થા કરી આપું કે તેને કંટ્રોલ કરું તેવું ના થાય તેનું ધ્યાન રાખવાનું છે. મને લાગે છે કે દરેક વ્યક્તિ પ્રત્યે પ્રેમ અને દયાભાવ રાખવાનું તમારા બાળકને નાનપણથી જ શીખવવું જાેઈએ.

Related posts

વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને ગુજરાત છોડવા ઉપર પ્રતિબંધ : મહેસાણા કોર્ટનો આદેશ

saveragujarat

ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ

saveragujarat

કોંગ્રેસના મોડેલે ગુજરાતને તો તબાહ કર્યું : વડાપ્રધાન

saveragujarat

Leave a Comment