Savera Gujarat
Other

રાજસ્થાન, ગુજરાત- મહારાષ્ટ્રમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જારી કર્યું

નવીદિલ્હી,તા.૨૪
છેલ્લા ત્રણ-ચાર દિવસથી રાહત આપ્યા બાદ, દિલ્હીમાં ફરી એકવાર વરસાદ અને ભેજનો સમયગાળો શરૂ થઈ શકે છે, ભારતીય હવામાન વિભાગે તેના નવીનતમ અપડેટમાં જણાવ્યું છે કે, આજથી ૨૭ જુલાઈ સુધી દિલ્હીમાં વરસાદ નહીં પડે. ૨૮ જુલાઈથી વરસાદની સિઝન શરૂ થશે, પરંતુ ત્યાં સુધી લોકોએ ભેજનો સામનો કરવો પડશે. જાેકે, આ દરમિયાન કેટલાક સ્થળોએ હળવા ઝરમર વરસાદની શક્યતા છે. માત્ર દિલ્હી જ નહીં, પરંતુ સમગ્ર એનસીઆરની આવી જ હાલત થવા જઈ રહી છે.
ગુજરાત અને મહારાષ્ટ્રમાં રેડ એલર્ટ બીજી તરફ રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું રેડ એલર્ટ છે, જ્યારે આજથી આગામી ત્રણ દિવસ જમ્મુ-કાશ્મીર,ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે પંજાબ, હરિયાણા, ચંદીગઢમાં ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર પ્રદેશમાં પણવરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ચોમાસાની સારી ગતિ હોવા છતાં આ વખતે મધ્ય ભારતમાં અપેક્ષા મુજબ વરસાદ થયો નથી. ઉત્તર પ્રદેશ, બિહાર,ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં સામાન્ય કરતાં ૪૦ ટકાનો ઘટાડો જાેવા મળ્યો છે, જે સારો સંકેત નથી.
હવામાન વિભાગનું કહેવું છે કે, આ રાજ્યોમાં ટૂંક સમયમાં ચોમાસાની સ્થિતિમાં સુધારો થશે. તો આગામી ૨ દિવસ દરમિયાનઅરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની સંભાવના છે. તો મધ્યપ્રદેશમાં આજેપણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદની આગાહી ભારે વરસાદની આગાહી જ્યારે ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે જણાવ્યું છે કે, આજે અને ૨૫ જુલાઇ કાશ્મીરમાં ભારે વરસાદ થઈ શકે છે, ઓડિશા, છત્તીસગઢ,પૂર્વ મધ્યપ્રદેશ, કોંકણ અને ગોવા, કોસ્ટલ કર્ણાટક, મણિપુર, ગુજરાત, રાજસ્થાનમાં આગામી ૨૪ કલાક દરમિયાન ભારે વરસાદ પડી શકેછે. આ સાથે તેલંગાણા, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, કર્ણાટક, તટીયઆંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

Related posts

ખાનગી હોસ્પિટલોએ તેમના સ્ટાફની સુરક્ષા માટેની વ્યવસ્થા જાતે કરવાની રહેશે : સુપ્રીમ કોર્ટ

saveragujarat

શ્રી સ્વામિનારાયણ ભગવાનના પંચમ વારસદાર આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનો ૮૦ મો સદ્‌ભાવ પર્વ ઊજવાયો

saveragujarat

ખોળીયામાં જીવ સાથે અંધ આંખોમાં સ્વપ્ન સેવી રહેલા દ્રષ્ટિહીન માણસ માટે ચક્ષુદાન ચમત્કાર છે

saveragujarat

Leave a Comment