Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીય

રાજ્યના નાગરિકોની સલામતી માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે વધુ ચાર ટેકનોલોજી આધારિત સુવિધાઓનું લોકાર્પણ

સવેરા ગુજરાત, ગાંધીનગર તા. ૨૩
રાજ્યના નાગરિકોની સુરક્ષા અને સુવિધા રાજ્ય સરકારની ટોચ અગ્રતા રહી છે ત્યારે નાગરિકોને રાજ્ય સરકારની તમામ સેવાઓ સુગમતાથી અને તાત્કાલિક મળે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. આ જ દિશામાં ગૃહ વિભાગ દ્વારા નક્કર પગલુ ભરવામાં આવ્યુ છે અને ટેકનોલોજી આધારિત ચાર નવી સેવા – સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે ગાંધીનગરથી ગુજરાત પોલીસના ‘સીટીઝન ફર્સ્ટ’ એપ અને પોર્ટલ ઉપરી એફઆઇઆર સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તે ઉપરાંત સીસીટીવી કેમેરા આધારિત સર્વેલન્સ સિસ્ટમ માટે રાજ્ય કક્ષાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર-ત્રિનેત્ર ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તો બીજી તરફ રાજ્યમાં માનવ તસ્કરી અને બાળ તસ્કરી સહિતના ગુનાઓ પર અંકુશ લાવવા અને આવા ગુનાઓનું ઝડપી ડિરેકશન થાય તેવા ઉદ્દેશ સાથે લાવવા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ માટે ૪૦ – જીપ અને ૪૦ બાઈક મળી કુલ -૮૦ વાહનોનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું.


એટલું જ નહિ, ગુજરાત પોલીસને આપવામાં આવેલા ૧૦,૦૦૦ બોડી વોર્ન કેમેરાનું શ્રી અમિત શાહ દ્વારા રાજ્ય વ્યાપી રોલ આઉટ કરવામાં આવ્યું હતું. વાહન ચોરી અને મોબાઇલ ચોરી જેવા બનાવોમાં નાગરિકોની ફરિયાદ દાખલ કરવામાં વિલંબ ન થાય અને આવી ફરિયાદ કરવા માટે નાગરિકોને પોલીસ સ્ટેશનોના ધક્કા ન ખાવા પડે તે માટે એફઆઇઆરની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. રાજ્યના નાગરિકોએ આ સેવાનો ઉપયોગ કરવા માટે ગુજરાત પોલીસના ‘સીટીઝન ફર્સ્ટ’ એપ અથવા પોર્ટલ ઉપર જવાનું રહેશે અને તેમાં – એફઆઇઆર કરવાની રહેશે.-એફઆઇઆર નોંધાયાના ૪૮ કલાકમાં પોલીસ ફરીયાદીનો સંપર્ક કરશે અને વાહન ચોરી / મોબાઇલ ફોન ચોરીના બનાવની જગ્યાની મુલાકાત લેશે તથા ૨૧ દિવસની અંદર જ તપાસ પૂર્ણ કરી કોર્ટમાં રીપોર્ટ મોકલશે.આમ, ટેક્નોલોજી આધારિત આ ફેસલેસ વ્યવસ્થાથી નાગરિકોની સુગમતામાં વધારો થશે અને વધુ ઝડપથી અને વધુ પારદર્શી રીતે પોલીસ સેવા લોકો સુધી પહોંચાડી શકાશે.

Related posts

આપણે ગૌરવ લઈ શકીએ કે આપણી પાસે વેદ છે — ગુજરાતી સાહિત્યના જાણીતાં લેખિકા ધીરુબહેન પટેલ

saveragujarat

રૂપાલાની આગેવાનીમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત બે દિવસીય સાગર પરિક્રમા-2022ના પ્રથમ ચરણનો 5મી માર્ચે માંડવીથી પ્રારંભ

saveragujarat

સટ્ટાબજારના મતે ગુજરાતમાં બનશે ભારતીય જનતા પાર્ટીની સરકાર?

saveragujarat

Leave a Comment