Savera Gujarat
Other

આખરે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે જાહેરમાં આવ્યા

મુંબઈ: મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે હવે મુખ્યમંત્રી શ્રી ઉદ્ધવ ઠાકરે પ્રથમ જાહેરમાં આવ્યા છે. છેલ્લા ચાર દિવસથી કોરોનાની સારવાર હેઠળ રહેલા ઉદ્ધવ ઠાકરેનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે અને તેઓ આજે શિવસેના ભવન ખાતે પક્ષની રાષ્ટ્રીય કારોબારીમાં હાજરી આપી રહ્યા છે.
આજે બપોરે 1 વાગ્યે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ સેનાભવન ખાતે જવાનો નિર્ણય લીધો હતો અને તેઓ સેના ભવન ખાતે પહોચતા જ હજારો સમર્થકોએ તેમને વધાવી લીધા હતા. આજે શિવસેનાની રાષ્ટ્રીય કારોબારી ચાલુ છે અને તેમાં અનેક મહત્વના નિર્ણયો લેવાઈ શકે છે.
આ ઉપરાંત હવે આજે રાજયપાલ શ્રી ભગતસિંહ કોશીયારી પણ આગામી 24 કલાકમાં પુન: રાજભવન આવી શકે છે અને હવે મહારાષ્ટ્રના રાજકારણમાં નિર્ણાયક બનશે.
બીજી તરફ બાગી ધારાસભ્યો સામે હવે કાર્યવાહી શરૂ થશે. શિવસેનાના ધારાસભ્ય પક્ષની બેઠકમાં હાજર નહી રહેવા ધારાસભ્યોએ 16 ધારાસભ્યોને તેઓને સભ્યપદેથી ગેરલાયક ઠરાવવા માટે વિધાનસભાના ડે.સ્પીકરને પત્ર લખાયો છે તેના પર હવે નિર્ણય લેવાશે.

Related posts

મહેસાણા કોંગ્રેસમા મોટું ગાબડુ 150 જેટલા કાર્યકરોએ બી.જે.પી.નો ખેસ ધારણ કર્યો .

saveragujarat

પીએમએ ૩૮ લાખ વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમના માધ્યમથી સંવાદ

saveragujarat

સરકાર, સમાજ, સેવાભાવી સંસ્થા અને મીડિયાના સહકારથી સમાજમાં અંગદાનની જાગૃકતા પ્રવર્તી છે – સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જાેષી

saveragujarat

Leave a Comment