Savera Gujarat
Other

મહેસાણા કોંગ્રેસમા મોટું ગાબડુ 150 જેટલા કાર્યકરોએ બી.જે.પી.નો ખેસ ધારણ કર્યો .

સવેરા ગુજરાત/ગંધીનગર:-  ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ અખબાર યાદીમાં જણાવે છે કે, આજે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબની વિચારઘારા અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબના નેતૃત્વમાં ઉત્તર ગુજરાત કોંગ્રેસની ટીમ તેમના ટેકેદારો સાથે જોડાયા છે. જેમાં મહેસાણા જિલ્લાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ દરબાર, બેચરાજી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વાઘુભા જાડેજા, બેચરાજી તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ રણુભા ઝાલા, બેચરાજી તાલુકા પંચાયતના પુર્વ અધ્યક્ષ જશુભાઇ પ્રજાપતી, બેચરાજી તાલુકા પંચયતના અનુસુચિત જાતી મોરચાના પ્રમુખ ઇશ્વરભાઇ રાઠોડ , માંડલના તાલુકા પંચાયતના પુર્વ અધ્યક્ષ દાનુભા ઝાલા ,બહુજન સમાજ પાર્ટીના પ્રદેશ સચિવ ડો.કલ્પેશભાઇ વોરા, પ્રખ્યાત લોકગાયક  દશરથભાઇ સાલ્વી, સંત સિરોમણી રવિદાન યુથ કલબના આગેવાન સંજયભાઇ ચાવડા સહિત આશરે 150 જેટલા કાર્યકરોને આજે પ્રદેશના મહામંત્રીઓ  પ્રદિપસિંહ વાઘેલા, રજનીભાઇ પટેલ, પ્રદેશના ઉપાધ્યક્ષ ગોરઘનભાઇ ઝડફીયાજીએ ખેસ પહેરાવી ભારતીય જનતા પાર્ટીમાં આવકાર્યા.

આ પ્રસંગે પ્રદેશના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, કોંગ્રેસ જયારે દેશમાં સત્તામાં હતી ત્યારે માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કર્યો અને દેશની સમસ્યા દુર કરવા કોઇ નક્કર પગલા લીઘા નથી પરંતુ ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી અને દેશના આદરણીય વડાપ્રધાને ગુજરાતની ધરતી પરથી વિકાસની રાજનીતી સમગ્ર દેશમા પ્રસ્થાપીત કરી. આજે મહાત્મા ગાંઘીનું સ્વપ્ન હતું કે આઝાદી પછી કોંગ્રેસનું વિસર્જન થાય તે સ્વપ્ન પુરુ કરવાનું સૌભાગ્ય જો કોઇને મળ્યુ હોય તો તે દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબને મળ્યું છે. આજે દેશભરમાંથી કોંગ્રેસ નામશેષ થઇ રહી છે. એજ પ્રકારે આજે ગુજરાતની અંદર પણ ઘણા કોંગ્રેસના ઘારાસભ્ય,સંગઠનના આગેવાનો અને કાર્યકરોએ કોંગ્રેસ પાર્ટી છોડી છે. આજે ગુજરાત ભાજપામાં રાજેન્દ્રસિંહ દરબાર કે જેઓ તાલુકા પંચાયતના પ્રમુખ હતા મહેસાણા જીલ્લા કોંગ્રેસના પ્રમુખ રહી ચૂકયા છે તેમની સાથે તેમના મોટી સંખ્યામાં સંમર્થકો બહુચરાજી,ચાણસ્મા,મહેસાણા માંડલ અને વિરમગામ વિસ્તારના કાર્યકરો આજે ભાજપમાં જોડાયા છે. તેમનું પક્ષ તરફથી સ્વાગત છે.

પ્રદિપસિંહે જણાવ્યું કે, ગુજરાતમાં ભાજપનું સંગઠન અપરાજીત થઇ ચૂકયું છે. ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાની પાર્ટી છે. પાર્ટીના તમામ આગેવાનો કાર્યકર્તાની ચિંતા કરે છે. દિવસે ને દિવસે કાર્યકરોમાં વઘારો થાય છે. તો બીજી બાજુ કોંગ્રેસ તેમના ધારાસભ્ય ને પણ સાચવી શકતી નથી, જિલ્લા પ્રમુખ કક્ષાના મજબૂત આગેવાનોને પણ સાચવી શકતા નથી. કોંગ્રેસ માટે કાર્યકર્તાઓની કોઇ કિમંત નથી. કોંગ્રેસ વિસર્જનના માર્ગે છે. કોંગ્રેસ માત્ર પ્રજાને ગેરમાર્ગે દોરે છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ તેમના પાર્ટીના આગેવાનોને સાચવવા નિષ્ફળ નીવડયા છે.

Related posts

NON-VEG લારીઓ માર્ગો પરથી હટાવવા મુદે સરકારની આકરી ઝાટકણી કાઢતી હાઈકોર્ટ

saveragujarat

પ્રધાનમંત્રી સંગ્રહાલય બનાવવાના વિચારની શશી થરુરે પ્રશંસા કરી

saveragujarat

સાબરમતી આશ્રમ રી-ડેવલપમેન્ટ સામે સુપ્રિમમાં રીટ દાખલ

saveragujarat

Leave a Comment