Savera Gujarat
Other

ગુજરાતમા કોરોનાનો નવો વેરીએન્ટ મળ્યો

સવેરા ગુજરાત/ગાંધીનગર ,તા.21
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસમાં ઉછાળો આવતાં રાજ્યનું આરોગ્ય તંત્ર એલર્ટ બની ગયું છે. તો બીજી તરફ જીનોમ સિક્વન્સમાં નવો વેરિયન્ટ જોવા મળતાં તેનું સંશોધન ચાલી રહ્યું છે. ઉપરાંત નવા વેરિયન્ટ અંગેની ઘકતા અંગે પણ સંશોધન કરવામાં આવી રહ્યું હોવાનો દાવો આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
ગુજરાતમાં માંડમાંડ શાંત થયેલા કોરોના એ એકાએક માથું ઉચકતા રાજ્યનું આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. તો બીજી તરફ હાલમાં કોરોના ના જીનોમ સિક્વન્સમાં એમઇક્રોન નો નવો વેરિયન્ટ જોવા મળતા તેના સેમ્પલોની ચકાસણી અને નવા વેરિયન્ટનું સંશોધન કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત નવા વેરિયન્ટની ઘકતા અને તેના ફેરબદલાવ જેવી બાબતો ઉપર હાલ રિસર્ચ સાથે તેનું મોનીટરીંગ થઈ રહ્યું હોવાના અહેવાલ સૂત્રો તરફથી જાણવા મળ્યા છે.
જોકે આરોગ્ય વિભાગ માને છે કે હાલમાં કોરોના દર્દીઓના પોઝીટીવ રેટમાં વધારો ચોક્કસ થી થયો છે. પરંતુ વેકસીનેશન ના કારણે હાલમાં કોરોના સંક્રમણની તીવ્રતા પણ ઘટી હોવાનો દાવો આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
તો બીજી તરફ વધતાં જતાં કોરોના કેસો ના કારણે તમામ હોસ્પિટલો ને સતર્ક રહેવાની સ્પષ્ટ સૂચના આપી છે. સાથે સાથે ઑક્સિજન , આઇસીયું , વેન્ટિલેટર જેવી અનુસંગિક મેડિકલ સાધનોની સુવિધાથી સજ્જ રહેવાની સૂચનાઓ આપવામાં આવી છે.

Related posts

શેરબજારમાં પ્રારંભીક ગાબડા બાદ રિકવરી: એલઆઈસી તૂટયો- 800ની નીચે

saveragujarat

શ્રી ઘનશ્યામ મહારાજ સુવર્ણ પ્રતિષ્ઠા મહોત્સવ, બાવળા ક્લોઝિન્ગ સેરેમની, સુવર્ણ પ્રતિષ્ઠોત્સવ, અન્નકૂટ દર્શન વગેરે અધ્યાત્મસભર કાર્યક્રમ યોજાયો…

saveragujarat

દ્વારકામા બે સગીર બહેનો સાથે દુશ્કર્મનો મામલો- પવિત્ર ભુમિને શર્મસાર કરે તેવી ઘટના સામે આવી

saveragujarat

Leave a Comment