Savera Gujarat
Other

આજરોજ નડીયાદ જીલ્લાના વિધાનસભા વિસ્તારોમાં બુથ પ્રમુખોનું સંમેલન યોજાયું હતુ

સવેરા ગુજરાત/ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, ખેડા જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ નડીયાદ જીલ્લાના વિધાનસભા વિસ્તારોમાં બુથ પ્રમુખોનું સંમેલન યોજાયું હતુ. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબે બુથ પ્રમુખ સંમેલનનું દિપ પ્રકટાવી ઉદગાટન કરતા જણાવ્યુ હતું કે, હવે આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે મારે સંગઠનનો મિજાજ, જુસ્સો અને જાેમ કેવો છે તે માટે કાર્યકર્તાઓનાં દર્શન કરવાના ઉદ્દેશથી અહીં આવ્યો છુ. ભાજપના દરેક કાર્યકરે સંકલ્પ કરવાનો છે કે મારો જન્મ જીતવા માટે થયો છે. કાર્યકર્તાઓની તાકાત અમારી ઉર્જા છે અને એટલે હું થાકતો નથી. આપણે ખેડા જીલ્લાની વિધાનસભાની ૬ માંથી ૬ બેઠકો જીતીને ઈતિહાસ રચવાનો છે. ભાજપના કાર્યકર્તાઓ ર્નિણય કરે અને તેનો અમલ કરે તો ઉજ્જવળ પરિણામો આવે છે. આ બેઠકમાં સંગઠનના પેજ કમિટીના કામોની સમીક્ષા કરાઈ હતી. ભાજપનો કાર્યકર્તા સમાજસેવાના કાર્યો કરતો રહે છે એમ કહી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આ.પાટીલએ સમાજના કુપોષિત બાળકોની પણ ચિંતા કરી કર્યુ હતું બુથના દરેક હોદેદાર અને કાર્યકરોએ કુપોષિત બાળકો દત્તક લઈ તેમનું પોષણ કરવા સુચન પણ કર્યું હતું.

આ કાર્યક્રમમાં રાજય સ૨કા૨ના કેબીનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, ગુજરાત રાજય વિધાનસભા પક્ષના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, પ્રદેશ ભાજપ સંગઠનના મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ, પ્રદેશ ભાજપ મંત્રી જહાન્વીબેન વ્યાસ, ખેડા જીલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ, જીલ્લા પ્રભારી શ્રીમતી શકુંતલાબેન મહેતા, માતરના ધારાસભ્યશ્રી કેસરીસિંહ સોલંકી, ગુજરાત પંચાયત પરિષદના પ્રમુખ નયનાબેન પટેલ, જીલ્લા ભાજપ સંઠનના મહામંત્રીશ્રીઓ તમામ વિધાનસભા મત વિસ્તારના બુથ પ્રમુખો ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમનું સંચાલન જીલ્લા ભાજપ મહામંત્રીશ્રી વિકાસભાઈ શાહ, જીલ્લા ભાજપ મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ સહીત વિશાળ જનસંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Related posts

દિલ્હીના સ્વાસ્થ મંત્રી સત્યેન્દ્ર જૈન ઇડીના સકંજામાં સપડાયાં, બોગસ કંપનીઓ પાસેથી ૪.૮૧ કરોડ ખંખેર્યા હોવાનો આરોપ

saveragujarat

ભૂચર મોરીનાં યુદ્ધ વિશે કવિ આદિત્ય જામનગરી રચિત દિર્ધ કાવ્ય જીત ગયે ઇતિહાસ પ્રકાશિત કરાઈ.

saveragujarat

જામનગરમાં ભારતીય વાયુસેનાના તેજસ્વી સૂર્યકિરણ એરોબિક ટીમે અદ્દભૂત અને હેરતઅંગેજ કરતબો રજૂ કર્યા.

saveragujarat

Leave a Comment