Savera Gujarat
Other

નરેન્દ્ર મોદી ગુજરાતમાં: અમદાવાદ-નવસારીને વિકાસકામોની ભેટ

સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૦૯
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના વતન ગુજરાતને વધુ એક ભેટ આપી છે. આજે વડાપ્રધાન અમદાવાદના પ્રવાસે આવી પહોંચ્યા છે અહીં તેમણે બોપલમાં ભારતીય રાષ્ટ્રીય અંતરિક્ષ સંવર્ધન અને ટેક્નોલોજી કેન્દ્ર (ઈન-સ્પેસ)ના હેડક્વાર્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ હેડ ક્વાર્ટરને 2020માં કેન્દ્રીય કેબિનેટ તરફથી મંજૂરી મળી હતી. ઈન-સ્પેસ એક નોડલ એજન્સી હશે જે અંતરિક્ષ ગતિવિધિઓ અને ગેર સરકારી ખાનગી સંસ્થાઓને અંતરિક્ષ સાથે જોડાયેલી સુવિધાઓના વિભાગના ઉપયોગની પરવાનગી આપશે. આ યોજનાનો હેતુ અંતરિક્ષ ક્ષેત્ર માટે વધુમાં વધુ ભાગીદારીને સુનિશ્ચીત કરવાનો છે.

ઈન-સ્પેસના પ્રમુખ પવન ગોયન્કાએ ટવીટ કર્યું કે અંતરિક્ષ ક્ષેત્રનો વિકાસ કરવા તેમજ ઉદ્યોગ અને ઈસરો સાથે કામ કરવા માટે તેઓ તત્પર છે. આજે વડાપ્રધાનના હસ્તે ઈન સ્પેસ હેડ ક્વાર્ટરનું ઉદ્ઘાટન કર્યું છે. આ એક સિંગલ વિન્ડો નોડલ એજન્સી હશે જે જૂન-2020માં કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા લોન્ચ કરાયેલા વાહનો અને ઉપગ્રહોના નિર્માણ સહિત અંતરિક્ષ ગતિવિધિઓ પર નજર રાખશે.

આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવસારીમાં 3050 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કર્યું હતું. નવસારીમાં તેમણે પાણી પૂરવઠા, આરોગ્ય સેવાઓ, માર્ગ-મકાન, ઉર્જા અને શહેરી વિકાસ વિભાગના કુલ રૂા.3050 કરોડના વિકાસકાર્યોમાં અંદાજિત 900 કરોડના વિકાસકામોનું લોકાર્પણ, 650 કરોડના વિકાસકામનું ખાતમુહૂર્ત અને અંદાજે 1500 કરોડના વિવિધ કામોનું ભૂમિભૂજન કર્યું હતું.

ખાસ કરીને નવસારીમાં 542 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારી સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલનું પણ મોદીએ ભૂમિપૂજન કર્યું હતું. આ મેડિકલ કોલેજમાં 660 વિદ્યાર્થીઓ રહી શકે તેવી અલાયદી હોસ્ટેલ, ઓડિયો-વીડિયો ડિઝિટલ સેવાઓથી સજ્જ લેકચર થિયેટર્સ, સ્કીલ લેબોરેટરી, મલ્ટીપર્પઝ હોલ, વિવિધ સ્પોર્ટસ સુવિધાઓ, અલાયદું ચાઈલ્ડ કેર સેન્ટર, વિદ્યાર્થીઓ માટે કાઉન્સીલની સેવાઓ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત 450 બેડની સરકારી હોસ્પિટલ પણ બનાવવામાં આવી છે. આ હોસ્પિટલમાં 4 મોડયુલર ઓપરેશન થિયેટર સાથે 8 ઓપરેશન થિયેટર અને 22 ઓપીડી ક્લિનિક સેવાઓ ઉભી કરવામાં આવી છે.

Related posts

મદાવાદ સિવિલ મેડિસીટીની GCRI (કેન્સર ઇન્સ્ટીટ્યુટ) માં ૭૬ મા સ્વાતંત્ર્ય પર્વ અને ‘હર ઘર તિરંગા’ અભિયાનની શાનદાર ઉજવણી

saveragujarat

અનામત દલિત વર્ગ માટે છે, ગરીબ સવર્ણોને આપી શકાય છે અન્ય સુવિધાઓ ઃસુપ્રીમ

saveragujarat

હર્ષ સંઘવીને ‘‘ડ્રગ્સ સંઘવી’’ કહેવા મામલે ગોપાલ ઈટાલિયા સામે ફરિયાદ

saveragujarat

Leave a Comment