Savera Gujarat
Other

સહકારી બેન્કો હવે વધુ હોમલોન આપી શકશે

મુંબઈ: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ હાઉસીંગ ક્ષેત્રમાં એક મોટી જાહેરાતમાં હવે શહેરી તથા ગ્રામીણ સહકારી બેન્કોને વ્યક્તિગત હાઉસીંગ ધિરાણની મર્યાદામાં 100%થી વધુ વધારો કરવા મંજુરી આપી છે. દેશમાં જે રીતે રહેણાંક મકાનના ભાવોમાં વધારો થયો છે તથા બાંધકામ વિ. મોંઘુ બન્યું છે તેને ધ્યાનમાં લઈને રીઝર્વ બેન્કે હવે શહેરી સહકારી બેન્કો તથા ગ્રામીણ બેન્કો વ્યક્તિગત હાઉસીંગ લોનમાં વધુ ધિરાણ કરી શકશે.

રીઝર્વ બેન્કે આ માટે જાહેર કરેલી માર્ગરેખા નિયત કરી છે જેમાં વર્ગ-1 તથા વર્ગ-2ની શહેરી સહકારી બેન્કો હવે રૂા.30 લાખની મર્યાદાના બદલે રૂા.60 લાખ સુધીનું અને રૂા.70 લાખના ધિરાણ મર્યાદા વધારીને રૂા.1.40 કરોડ સુધીનું ધિરાણ કરી શકશે. જયારે ગ્રામીણ સહકારી બેન્કો જેની નેટવર્થ રૂા.100 કરોડની નીચે હોય તે રૂા.20 લાખના બદલે રૂા.50 લાખ સુધીનું ધિરાણ કરી શકશે. જયારે અન્ય ગ્રામીણ સહકારી બેન્કો રૂા.30 લાખના સ્થાને રૂા.100 લાખ સુધીનું વ્યક્તિગત ધિરાણ કરી શકશે જેના કારણે હવે ગ્રામીણ ક્ષેત્રોમાં હાઉસીંગ લોન માટે વધુ રકમ મળશે જેથી આવાસ ખરીદી વધશે તેવો અંદાજ છે.

રીઝર્વ બેન્કે આ ઉપરાંત ગ્રામીણ સહકારી બેન્કોને હાઉસીંગ ધિરાણમાં એક મોટી રાહત આપી છે. એફોર્ડેબલ હાઉસીંગ સેકટરમાં હવે જીલ્લા અને રાજય સહકારી બેન્કો કોમર્શિયલ અને રેસીડેન્ટલ હાઉસીંગ પ્રોજેકટને ધિરાણ આપી શકશે અને તે માટે મર્યાદા નિશ્ચીત થઈ છે. આ ઉપરાંત રીઝર્વ બેન્કે હવે શહેરી સહકારી બેન્કોને સીનીયર સીટીઝન સહિતના વર્ગ માટે ડોર સ્ટેપ ડીલીવરીની મંજુરી આપી છે. રિઝર્વ બેન્કના આ નિર્ણયથી રીયલ એસ્ટેટ ક્ષેત્રને માટે મોટો બુસ્ટર ડોઝ મળશે.

હોનલોન મર્યાદા કેટલી વધી
વર્ગ-1 તથા વર્ગ-2 બેન્કો માટે રૂા.30 લાખના સ્થાને રૂા.60 લાખ, રૂા.70 લાખના સ્થાને 140 લાખ ગ્રામીણ બેન્કો માટે રૂા.20 લાખના સ્થાને રૂા.50 લાખ

Related posts

23 નવી સૈનિક શાળાઓને ભાગીદારી મોડમાં મંજૂરી આપતા રક્ષામંત્રી રાજનાથસિંહ

saveragujarat

અમદાવાદ અમરાઇવાડીના નરાધમે આઠ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યુ

saveragujarat

૧૦૦ યુવક-યુવતીને યોગગુરૂ રામદેવ બાબા બનાવશે સંન્યાસી

saveragujarat

Leave a Comment