Savera Gujarat
Other

ધો.12 કોમર્સનું 86.91% ઉજળુ પરિણામ : A -1 ગ્રેડમાં 2092 વિદ્યાર્થી ઝળક્યા

સવેરા ગુજરાત/ ગાંધીનગર તા.04

શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2022માં લેવાયેલી ધો. 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ. બુનિયાદી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાનું આજે 86.91 ટકા જેટલું પરિણામ શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં સમગ્ર રાજ્યમાં સૌથી વધુ પરિણામ ડાંગ જિલ્લાનું 95.41 ટકા અને સૌથી ઓછુ વડોદરા જિલ્લાનું 76.49 ટકા આવ્યું છે તો એ-1 ગ્રેડમાં પૂરા રાજ્યમાં 2092 વિદ્યાર્થીઓ સ્થાન પામીને ટોપર્સ બન્યા છે. આ વર્ષનું પરિણામ ઉત્સાહભર્યુ અને નોંધપાત્ર બન્યું છે.
ટોપ એ-1 ગ્રેડમાં આવેલા કુલ છાત્રો પૈકી સૌથી વધુ સુરત જિલ્લાના 643 અને તે બાદના ક્રમે રાજકોટ જિલ્લાના 402 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. તે સિવાય એ-2 ગ્રેડમાં 25432, બી-1માં 63472, બી-2માં 85507 વિદ્યાર્થી સ્થાન પામ્યા છે જ્યારે 46253 વિદ્યાર્થીઓ ઉતિર્ણ ન થઇ શકતા નીડ ઇમ્પ્રુવમેન્ટની નોંધ કરવામાં આવી છે. પૂરા રાજ્યમાં સૌથી વધુ પરિણામ ડાંગ જિલ્લાનું 95.41 ટકા અને સૌથી ઓછુ ઓછુ વડોદરા જિલ્લાનું 76.49 ટકા આવ્યું છે. કેન્દ્રોમાં સુબીર, છાપી અને અલારસા કેન્દ્રનું 100 ટકા રીઝલ્ટ આવ્યું છે. સમગ્ર રાજ્યમાં 100 ટકા પરિણામવાળી શાળાઓની સંખ્યા 1064 છે અને 10 ટકા કરતાં ઓછા પરિણામવાળી 1 સ્કૂલ છે.
ધો. 12ની પરીક્ષા 488 કેન્દ્રો પરથી 3,35,145 છાત્રોએ આપી હતી જેમાંથી 2,91,287 વિદ્યાર્થી ઉતિર્ણ થયા છે. 13,641 પુનરાવર્તિત ઉમેદવાર (45.45 ટકા) પાસ થયા છે તો 9887 (42.92 ટકા) ખાનગી અને 10700(46.83 ટકા) ખાનગી પુનરાવર્તિત ઉમેદવારો પાસ થયા છે. રાજ્યમાં વિદ્યાર્થીઓનું પરિણામ 84.67 ટકા અને વિદ્યાર્થિનીઓનું પરિણામ 89.23 ટકા આવ્યું છે. રાજ્યમાં કુલ 144198 છાત્ર અને 147089 છાત્રાઓ બોર્ડની પરીક્ષામાં પાસ થઇ છે. 2075 દિવ્યાંગ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. 20 ટકા પાર્સીંગ સ્ટાન્ડર્ડથી 415 દિવ્યાંગો પાસ થયા છે તો આ વર્ષે ગેરરીતિનાં કુલ 2544 કેસ નોંધાયાનું પણ બોર્ડે જાહેર કર્યું છે.
સમગ્ર રાજ્યમાં એ-1 ગ્રેડમાં સૌથી વધુ 643 છાત્રો સુરતના છે. સુરત જિલ્લાનું પરિણામ 87.52 ટકા આવ્યું છે તો રાજકોટ જિલ્લાના 402 છાત્ર પણ એ-1 ગ્રેડમાં આવતા 88.72 ટકા પરિણામ જાહેર થયું છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓ પર નજર કરીએ તો અમરેલી જિલ્લાનું 85.97 ટકા, કચ્છનું 91.24 ટકા, જામનગરનું 89.39 ટકા, જૂનાગઢનું 86.50 ટકા, ભાવનગરનું 93.09 ટકા, રાજકોટનું 88.72 ટકા, સુરેન્દ્રનગરનું 91.23 ટકા, પોરબંદરનું 85.30 ટકા, બોટાદનું 93.87 ટકા, દેવભૂમિ દ્વારકાનું 91.16 ટકા, ગીર સોમનાથનું 89.61 ટકા અને મોરબી જિલ્લાનું 89.20 ટકા પરિણામ જાહેર થયું છે.
સામાન્ય પ્રવાહમાં ઉપસ્થિત 332143 પૈકી 288664, વ્ય. પ્રવાહમાં 569 પૈકી 467 અને ઉ.ઉ. બુનિયાદી પ્રવાહમાં 2433 પૈકી 2156 વિદ્યાથીઓ ઉતિર્ણ થયા છે. સંસ્કૃત મધ્યમામાં 597 છાત્રો ઉપસ્થિત થયા હતા તેમાં 64.82 ટકા પરિણામ આવ્યું છે. એટલે કે 210 છાત્રો પાસ થઇ શક્યા નથી. માધ્યમવાઇજ જોઇએ તો આ વર્ષે ગુજરાતી મીડિયમનું પરિણામ સૌથી ઉંંચુ 87.22 ટકા છે તે બાદ અંગ્રેજી માધ્યમનું પરિણામ 86.85 ટકા આવ્યું છે. હિન્દી માધ્યમનું 77.42 ટકા, મરાઠીનું 82.76 ટકા, ઉર્દુનું 86.90 ટકા પરિણામ આવ્યું છે.

Related posts

ગ્રામીણ વિસ્તારમાં ૧૦૦% નળથી જળની સિદ્ધિ પ્રાપ્ત કરીને લોકોને નવા વર્ષની ભેટ આપી

saveragujarat

ચીનમાં ઉઈગર મુસ્લિમોને ગુપ્તાંગ પર કરંટ અપાય છે

saveragujarat

આખરે ગુજરાત સરકારે પણ આમચી મુંબઈની જેમ આપણી ગુજરાતી ભાષાનુ લખાણ ફરજીયાત કર્યું.

saveragujarat

Leave a Comment