Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીય

ગ્રામીણ વિસ્તારમાં ૧૦૦% નળથી જળની સિદ્ધિ પ્રાપ્ત કરીને લોકોને નવા વર્ષની ભેટ આપી

સવેરા ગુજરાત, ગાંધીનગર તા. ૨8

ગુજરાતે જલ જીવન મિશન અંતર્ગત ગ્રામીણ વિસ્તારના ઘરોમાં ૧૦૦% નળ કનેક્શનની કામગીરી પૂર્ણ કરી છે. જે માટે રાજયના ગ્રામીણ વિસ્તારને ૧૦૦% નળ જોડાણની સિદ્ધી પ્રાપ્ત કરનાર રાજયની જાહેરાત તા.૨૬.૧૦.૨૦૨૨ના રોજ માનનીય મંત્રી ઋષિકેશભાઇ પટેલ દ્વારા કરવામાં આવી છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫મી ઓગષ્ટ, ૨૦૧૯ના રોજ લાલ કિલ્લા પરથી જલ જીવન મિશનની ઉદઘોષણા કરી હતી. આ મિશનનો ઉદ્દેશ્ય વર્ષ ૨૦૨૪ સુધીમાં દેશના દરેક ગ્રામીણ ઘરોમાં ૧૦૦% નળ જોડાણ દ્વારા પાણી પૂરું પાડી દરેક ગ્રામીણ ઘરને નિયમિત, શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં નિયત ગુણવત્તાનો પીવાના પાણીનો પુરવઠો લાંબા ગાળા સુધી ઉપલબ્ધ કરાવવાનો છે. આ મિશન ગુજરાત રાજ્યના પાણી પુરવઠા મોડલનું વિસ્તરણ છે, જે  નરેન્દ્રભાઇ મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે અમલમાં મૂક્યું હતું. આ લક્ષ્યાંકને રાજય સરકાર દ્વારા બે વર્ષ પહેલાં એટલે કે ૨૦૨૨માં .
જલ જીવન મિશનની ઉદઘોષણા બાદ ગુજરાત રાજયમાં મિશન મોડ પર આ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં ડુંગરાળ વિસ્તારથી લઇને રણ વિસ્તાર સુધી કપરા સંજોગો તથા કપરી પરિસ્થિતિ વચ્ચે સતત કામગીરી કરી ૧૦૦ ટકા નળ જોડાણનો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૦ અને ૨૧માં કોરોનાની મહામારી સમયગાળામાં પણ પાણી પુરવઠા વિભાગ દ્વારા સતત પ્રયાસો થકી કામગીરી ચાલુ રાખી લોકોને નળ જોડાણ આપી શુદ્ધ પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવ્યો હતો.
હાલ જલ જીવન મિશન અંતર્ગત રાજયમાં કુલ ૬૩૨૮૭ કિલોમીટર વિતરણ પાઇપલાઇન, ૩૪૯૮ ભૂગર્ભ સંપ, ૨૩૯૬ ઊંચી ટાંકી, ૩૩૯ કૂવા, સ્થાનિક સ્રોત માટે ૩૯૮૫ ટયૂબ વેલ સહિતના ઘટકો તથા ૩૨૪ મીની યોજના, ૩૦૨ સૌર ઉર્જાથી ચાલતી પેયજળ વિતરણ વ્યવસ્થા થકી ૯૧.૭૩ લાખ ઘરોને નળ જોડાણથી પાણી આપીને ૧૦૦%ની સિદ્ધિ હાંસલ કરેલ છે. આ ઉપરાંત વિભાગ દ્વારા ગ્રામીણ નાગરિકોને શુદ્ધ, નિયમિત અને પૂરતું પાણી પૂરું પાડવા રૂા.૧૫૯૮૯ કરોડની નવીન જૂથ પાણી પુરવઠા યોજનાની કામગીરી હાથ ધરેલ છે સાથે જ જૂની જૂથ પાણી પુરવઠા યોજનાઓના સુધારણાની કામગીરી હાથ ધરેલ છે. જેથી ગ્રામીણ વસતીને પૂરતા પ્રમાણમાં શુદ્ધ પાણીનો જથ્થો મળતો રહે.

Related posts

રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ બદલ નાણા વિભાગના વર્ગ ૩નો કર્મચારી સસ્પેન્ડ

saveragujarat

ભાદરવી પૂનમનો મહામેળો સોળે કળાએ જામ્યોઃ અંબાજીમાં ભક્તિ અને શ્રદ્ધાનું ઉમટયું ઘોડાપૂર

saveragujarat

KBC 13: સુનીલ શેટ્ટી-જેકી શ્રોફ સાથે થશે ધમાલ; સુનીલ શેટ્ટીની પોસ્ટ પર ટાઇગરે કરી આવી કોમેન્ટ

saveragujarat

Leave a Comment