Savera Gujarat
Other

ગુજરાતનું મે મહિનાનું GST કલેકશન 9321 કરોડ: 21 ટકા ઘટયુ

સવેરા ગુજરાત/ ગાંધીનગર તા.2
ભારતનું મે મહિનાનું જીએસટી કલેકશન સળંગ ત્રીજા મહિને 1.40 લાખ કરોડથી વધુ નોંધાયું હોવા છતાં એપ્રિલ કરતા ઓછુ રહ્યું છે. તેવી જ હાલત ગુજરાતની થઈ છે.ગુજરાતમાં મે મહિનાનું જીએસટી કલેકશન એપ્રિલ કરતાં 21 ટકા ઓછુ રહ્યુ છે.
સરકારના આંકડાકીય રીપોર્ટ પ્રમાણે ગુજરાતની જીએસટી વસુલાત 9321 કરોડ નોંધાયું છે જે એપ્રિલનાં 11820 કરોડ કરતાં 21 ટકા ઓછુ છે.મોંઘવારીના કારણે માંગમાં ઘટાડો અને વિવિધ કારણોસર ઔદ્યોગીક પ્રવૃતિ ધીમી પડી હોવાથી ટેકસ કલેકશનમાં ઘટાડો થયાનું માનવામાં આવી રહ્યું છે.
મે-2021 ની સરખામણીએ જોકે જીએસટીની વસુલાતમાં 43 ટકાનો વધારો છે.રાજયમાં એસજીએસટી અને આઈજીએસટીનાં કલેકશનમાં પણ મે મહિનામાં 17 ટકાનો ઘટાડો થયો છે.
ગુજરાત જીએસટી વિભાગનાં સુત્રોએ જણાવ્યું હતુ કે, રાજય સરકારની જીએસટી આવક મે મહિનામાં 4218 કરોડ હતી જે એપ્રિલમાં 5055 કરોડ હતી. જીએસટી કમિશ્નર મીલીંદ તોરવાણેએ કહ્યું કે મોંઘવારીને કારણે માંગમાં ઘટાડો થયાની આંશિક અસર છે.બાકી ટેકસ વસુલાત યોગ્ય સ્તરે જ છે.
એપ્રિલમાં માર્ચનાં રીટર્ન ફાઈલ થતા હોય છે અને નાણાંકીય વર્ષનો છેલ્લો મહિનો હોય છે એટલે ટેકસ કલેકશન વધુ રહેતું હોય છે.મે મહિનાનાં આંકડા પણ યોગ્ય છે. કેન્દ્ર સરકારે જીએસટીનાં બાકી લેણા રીલીઝ કર્યા છે તેમાંથી ગુજરાતને 3362 કરોડ મળ્યા છે.

Related posts

ધો.10નું 65.18% પરિણામ : A-1 ગ્રેડ મેળવતા રેકોર્ડબ્રેક 12090 છાત્રો

saveragujarat

નશાબંધી નીતિના ચુસ્ત અમલ માટે રાજ્ય સરકાર કટિબધ્ધ રાજ્યમાં બુટલેગરોની શાન ઠેકાણે લાવવા ગુજરાત સરકારે કડક કાયદાઓ બનાવ્યા છે : ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી

saveragujarat

લોકોને ક્યારેય ગુજરાતના રમખાણો ભૂલીને આગળ વધવાનું કહ્યું નથીઃ શશી થરૂર

saveragujarat

Leave a Comment