Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

યુપીથી ડ્રગ્સ લાવીને છૂટક વેચાણ કરવા જતા બે પકડાયા

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૨૫
અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર દારૂના દૂષણ બાદ ડ્રગ્સની હેરાફેરીના કિસ્સા પણ સતત વધી રહ્યા છે. અમદાવાદમાં ફરી એકવાર લાખો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. આ વખતે અસલાલી હાથીજણ રોડ પરથી ડ્રગ્સ સાથે બે આરોપીઓ ઝડપાયા છે. પકડાયેલા શખ્સમાં એક રાજ્ય બહારના શખ્સનો પણ સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે.શહેરના અસલાલી વિસ્તારમાંથી ૪૯૫ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે બેની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે રખિયાલના આઝમખાન પઠાણ અને યુપીના કૈફખાન પઠાણની ધરપકડ કરી છે. આરોપીઓ આ ડ્રગ્સનો જથ્થો યુપીના આઝાદ નામના શખ્સ પાસેથી લાવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આરોપીઓ ડ્રગ્સ લઈને તેનું છૂટ્ટક વેચાણ કરી રહ્યા હતા.શહેરમાંથી ડ્રગ્સના ૫૦૦ ગ્રામ જેટલા જથ્થા સાથે બે આરોપીઓ પકડાયા છે, આ ડ્રગ્સની કિંમત ૪૯ લાખ રૂપિયા થાય છે. આરોપીઓ કઈ રીતે યુપીથી ડ્રગ્સ લાવ્યા હતા અને કોને સપ્લાય કરવાના હતા તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ આરોપીઓ કઈ રીતે યુપીથી અમદાવાદ સુધી ડ્રગ્સ લઈ આવ્યા અને આ કારસો કેટલા સમયથી ચાલી રહ્યો હતો તે સહિતની વિગતો ચકાસવામાં આવશે.૧૪મી ફેબ્રુઆરીએ વટવામાં બાતમીદારે ક્રાઇમ બ્રાંચને ઈશારો કરતા શંકાસ્પદ યુવકને કોર્ડન કરી લીધો હતો અને તેનુ નામઠામ પૂછીને પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી હતી. યુવકનુ નામ મહફુઝ ઉર્ફે મુન્ના હતુ અને તે વટવાનો રહેવાસી છે. ક્રાઇમ બ્રાંચે મહફુઝની અંગઝડતી કરતા તેની પાસેથી વ્હાઇટ ચીકણો પદાર્થ મળી આવ્યો હતો.આ અંગે ક્રાઇમ બ્રાંચે તરત જ એફએસએલની ટીમને જાણ કરી દીધી હતી જેથી એફએસએલની ટીમે તાત્કાલીક ઘટના સ્થળે પહોચી ગઇ હતી અને ચીકણા પદાર્થનું પરિક્ષણ કર્યુ હતું. ચીકણો પદાર્થ એમડી ડ્રગ્સ હોવાનો રીપોર્ટ આપતા ક્રાઇમ બ્રાંચે તરતજ મહફુઝની ધરપકડ કરી લીધી હતી. મહફુઝ પાસેથી ૨૨૨.૯૪ ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે જેની કિંમત ૨૨.૨૯ લાખ રૂપિયા થાય છે. મહફુઝને ક્રાઇમ બ્રાંચની કચેરીમાં લાવવામાં આવ્યો હતો જ્યા તેની આગવી સ્ટાઇલથી પૂછપરછ થઇ હતી જેમાં તેણે કબુલાત કરી હતી કે એમડી ડ્રગ્સનો જથ્થો તે તેના મિત્ર ફિરોઝખાન અયુબખાન પઠાણ પાસેથી લાવ્યો હતો.

Related posts

ગાંધીનગર હોસ્પિટલમાં અમરપુરા ગામની સગીરાની ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે મુલાકાત લીધી

saveragujarat

હીરાના ભાવ ન મળતાં વેપારીઓએ વેચાણ બંધ કર્યું

saveragujarat

PSI ની પરીક્ષાનું પરિણામ જાહેર થતા કુલ 4311 ઉમેદવારો ઉતીર્ણ

saveragujarat

Leave a Comment