Savera Gujarat
Other

આખરે કેદારનાથ-યમુનોત્રી યાત્રા પાટે ચડી: હવામાન સુધરતા યાત્રીઓ મોકલાયા

રૂદ્રપ્રયાગ તા.26 : વરસાદ અને બરફ વર્ષા તેમજ પહાડીઓ તૂટી પડવાને કારણે આ વર્ષે ચારધામ યાત્રા યાત્રીઓ માટે કસોટી રૂપ બની ગઈ હતી. છેલ્લા બે દિવસથી કેદારનાથ અને યમુનોત્રી ધામની યાત્રા માર્ગમાં આવેલા વિધ્નોથી રોકાઈ ગઈ હતી. હવે બે દિવસ બાદ આ યાત્રા પાટે ચડી છે અને બન્ને ધામોમાં આખો દિવસ યાત્રાળુઓનો મેળો જામ્યો હતો.
સેવાઓ નિર્વિધ્ને ચાલુ થવાથી શ્રદ્ધાળુઓને રાહત મળી છે. અત્યાર સુધીમાં ચારધામ યાત્રાએ 10,14,871 યાત્રીઓ પહોંચી ચૂકયા છે. બદરીનાથ, ગંગોત્રી અને હેમકુંડ સાહિબ ધામોની યાત્રાઓને લઈને પણ શ્રદ્ધાળુઓમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો છે. વરસાદ અને બરફ વર્ષાના કારણે કેદારનાથ અને યમુનોત્રી ધામની યાત્રા છેલ્લા દિવસોમાં પુરી રીતે સંચાલીત નહોતી થઈ શકતી.
બુધવારે હવામાન સુધર્યુ હતું. સવારે જ બન્ને ધામ માટે શ્રદ્ધાળુઓને મોકલવાનો ક્રમ શરૂ થઈ ગયો હતો. બીજી બાજુ યમુનોત્રી ધામ જતા યાત્રાળુઓને પગપાળા ટ્રેક પર કીચડથી મુક્તિ નથી મળી રહી. લગભગ સાડા પાંચ કિલોમીટર લાંબા આ ટ્રેક પર અનેક જગ્યાએ કીચડ પરથી લપસી જવાથી અનેક તીર્થયાત્રીઓ ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે.

Related posts

વડાપ્રધાનની મુલાકાત પુર્વે ગુજરાતમાં ATS નું જબરૂ ઓપરેશન

saveragujarat

સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી દ્વારા ખેડા જિલ્લાના હોદ્દેદારોની નિમણુંક કરાઈ

saveragujarat

ત્રણ દિવસ સુધી ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં હીટવેવની સ્થિતિ

saveragujarat

Leave a Comment