Savera Gujarat
Other

લતા મંગેશકરના નિધન પર વિદેશમા પણ શોક, પાકિસ્તાનના એક મંત્રીએ કહ્યું એક યુગનો અંત થયો છે

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની સાથે ચીનની મુલાકાત લેનારા પ્રતિનિધિમંડળનો ભાગ બનેલા ચૌધરીએ બેઇજિંગથી ઉર્દૂમાં શોક સંદેશ ટ્વિટ કર્યો. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે ‘લતા મંગેશકરના નિધનથી સંગીતના એક યુગનો અંત આવ્યો છે.

ભારત રત્ન સુર સામ્રાજ્ઞિ લતા મંગેશકરના નિધન પર માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ શોકની લહેર ફરી વળી છે. આનાથી ખબર પડે છે કે સમગ્ર વિશ્વમાં તેમના લાખો નહીં, કરોડો ચાહકો છે. પાકિસ્તાનના સૂચના મંત્રી પ્રધાન ફવાદ ચૌધરીએ પણ સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું કે તેમણે દાયકાઓ સુધી સંગીતની દુનિયા પર રાજ કર્યું છે અને તેમના અવાજનો જાદુ કાયમ રહેશે.

લતા મંગેશકરે દાયકાઓ સંગીતની દુનિયામાં અનેરુ  રાજ કર્યું છે.
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની સાથે ચીનની મુલાકાત લેનારા પ્રતિનિધિમંડળનો ભાગ બનેલા ચૌધરીએ બેઇજિંગથી ઉર્દૂમાં શોક સંદેશ ટ્વિટ કર્યો. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે ‘લતા મંગેશકરના નિધનથી સંગીતના એક યુગનો અંત આવ્યો છે. લતાએ દાયકાઓ સુધી સંગીતની દુનિયા પર રાજ કર્યું અને તેમના અવાજનો જાદુ કાયમ રહેશે. તેમણે કહ્યું, ‘જ્યાં પણ ઉર્દૂ બોલાય છે અને સમજાય છે, ત્યાં લતા મંગેશકરને અલવિદા કહેનારા લોકોની હુજૂમ છે.

Related posts

૨૦૦૦ની નોટ બદલવા માટે કોઈ આઈડી બતાવવાની જરૂર રહેશે નહીં

saveragujarat

આંતરરાષ્ટ્રિય મહિલા દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં સહભાગી થતા મુખ્યમંત્રી

saveragujarat

રતન ટાટા યુકેમાં કરી રહ્યા છે અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ

saveragujarat

Leave a Comment