Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

દિલ્હીના મુડકા વિસ્તારની બિલ્ડીંગમાં સર્જાયેલા ભીષણ અગ્નિકાંડમાં ૨૭ નાગરીકોના મોત

દિલ્હી ૧૩
દેશની રાજધાનીમાં આજે એક મોટી દુર્ઘટના બની છે. પશ્ચિમ દિલ્હીમાં મુંડકા મેટ્રો સ્ટેશન પાસે પિલર નંબર ૫૪૪ પાસે શુક્રવારે ત્રણ વાગ્યાની આસપાસ ત્રણ માળની ઇમારતમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ૨૭ લોકોના મોત થયા છે. મોડી રાત્રિ સુધી ત્રીજા માળે બચાવ કાર્ય કરવાનું ચાલુ રહેવા પામ્યું છે જ્યારે આગની ઘટના દરમિયાન બિલ્ડીંગ પરથી છલાંગ લગાવનાર તેમજ આગની દુર્ઘટનાનો ભોગ બનેલ સહિતના ૩૦થી ૪૦ લોકોને ઇજાગ્રસ્ત છે જેમને આસપાસની હોસ્પિટલમાં સારવાર અર્થે ખેસેડવામાં આવ્યાં છે. ત્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાના કારણે મૃત્યુઆંક ૨૬ કરતાં પણ વધી શકવાની શક્યતાં જણાઇ રહી છે. દિલ્હીના ફાયર ડાયરેક્ટર અતુલ ગર્ગે જણાવ્યું હતું કે આગ લાગતી ત્રણ માળની કોમર્શિયલ બિલ્ડીંગમાંથી કુલ ૨૬ મૃતદેહો મળી આવ્યા છે. બચાવ કાર્ય હજુ ચાલુ છે. હજુ ૩૦થી૪૦ લોકો ફસાયેલા છે. ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગની માહિતી લગભગ ૪.૪૦ કલાકે મળી હતી, ત્યારબાદ ૨૪ ફાયર ફાઈટર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આગની માહિતી મળતાં જ પોલીસ કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને બારીઓના કાચ તોડીને બચાવી લેવામાં આવ્યા હતા અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આઉટર દિલ્હીના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) સમીર શર્માએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ત્રણ માળની કોમર્શિયલ બિલ્ડિંગમાં કંપનીઓની ઓફિસ છે. ડીસીપીના જણાવ્યા અનુસાર આગ બિલ્ડિંગના પહેલા માળેથી શરૂ થઈ હતી જ્યાં સીસીટીવી કેમેરા અને રાઉટર બનાવતી કંપનીની ઓફિસ આવેલી છે.
પોલીસે જણાવ્યું કે કંપનીનો માલિક પોલીસ કસ્ટડીમાં છે. આ ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે. પોલીસે જણાવ્યું કે ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. પ્રારંભિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ ઇમારત ત્રણ માળની છે અને તે કોમર્શિયલ બિલ્ડિંગ છે જેનો ઉપયોગ સામાન્ય રીતે કંપનીઓને ઓફિસની જગ્યા પૂરી પાડવા માટે થાય છે. આગની ઘટના બિલ્ડિંગના પહેલા માળેથી શરૂ થઈ હતી. હાલ જાણવા મળી રહ્યું છે કે કંપનીનો માલિક પોલીસ કસ્ટડીમાં છે. મહત્વનું છે કે, આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની કુલ ૯ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. દાઝી ગયેલા પીડિતોને તાત્કાલિક મદદ પહોંચાડવા માટે એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

Related posts

મહાત્મા મંદિર ખાતે જાપાનના વાઇસ મિનિસ્ટર સાથે બેઠક યોજતા રાજ્યના મુખ્યમંત્રી

saveragujarat

હેલ્મેટ કાનૂનનો કડક અમલ કરાવો: હાઈકોર્ટનો હુકમ

saveragujarat

પશ્ચિમી પવનોના લીધે વિવિધ શહેરોમાં ભેજનું પ્રમાણ ૯૦% સુધી પહોંચ્યું

saveragujarat

Leave a Comment