Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીયવિદેશ

દાહોદ આદિવાસી વિસ્તારમાં રાહુલ ગાંધીનું આગમન કોંગ્રેસ સરકારમાં આવી તો જળ, જમીન અને જંગલ પરત આપવાનું વચન

 

સવેરા ગુજરાત, દાહોદ તા.૧૦
આગામી વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં રાજકિય ચહલપહલ વધુ તેજ બની રહી છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં અગાઉ વડાપ્રધાન મોદી સહિત અનેક કેન્દ્રીયમંત્રી સહિત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ મુલાકાત લઇ ગયા બાદ આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી માન સહિત આગેવાનો પણ ગુજરાતમાં ચૂંટણીલક્ષી ચક્કર લગાવી ગયા છે ત્યારબાદ હવે આજે મંગળવારના રોજ રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આદિવાસી વિસ્તાર દાહોદ ખાતે ચૂંટણીલક્ષી પ્રથમ ચરણ મુક્યું હતું અને આદિવાસી વિસ્તારની સમસ્યા હલ કરવાની વચન આપી ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા. દાહોદની આ બેઠક બાદ ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો સાથે મુલાકાત કરી તેમની સમસ્યા અને પ્રશ્નો જાણવાનો પ્રયાસ રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવશે.
ભાજપ સ૨કા૨ે ભા૨તને અમી૨ી અને ગ૨ીબી એમ બે ભાગમાં વિભાજીત ક૨ી નાખ્યુ છે સામાન્ય-ગ૨ીબ વર્ગને કોઈ મળતુ નથી અને હક-અધિકા૨ છીનવવા પડશે. આજની આ સભા જાહે૨સભા નથી પ૨ંતુ સત્યાગ્રહની શરૂઆત છે. તેવો હુંકા૨ કોંગ્રેસના ૨ાષ્ટ્રીય નેતા ૨ાહુલ ગાંધીએ ર્ક્‌યો હતો. શિક્ષણથી માંડીને આ૨ોગ્ય તથા વિકાસથી માંડીને ગ૨ીબોના હકક મામલે ભાજપ સ૨કા૨ પ૨ પ્રહા૨ો ર્ક્‌યા હતા.


દાહોદ ખાતે આદિવાસી સત્યાગ્રહ ૨ેલીમાં ભાગ લેલવા ગુજ૨ાત આવેલા ૨ાહુલ ગાંધીએ કહ્યું કે, આ એક આંદોલનની શરૂઆત છે. ભાજપની સ૨કા૨ે આદિવાસીઓના હકક છીનવી લીધા છે. તે માંગવા થી મળવાના નથી એટલે છીનવવા પડશે. આદિવાસીઓના જળ, જમીન અને જંગલ છીનવી લીધા છે. તે પાછા આપવાની નથી એટલે આદિવાસી સમાજે પોતાના અધિકા૨ો છીનવવા પડશે. આદિવાસીઓને શિક્ષણ ૨ોજગા૨ીથી પણ વંચિત ૨ાખવામાં આવ્યા છે.
ગુજ૨ાતમાં કોંગ્રેસની સ૨કા૨ બનશે તો આદિવાસીઓ ઈચ્છે તેમ ક૨વાનુ વચન આપતા કોંગ્રેસ નેતાએ કહ્યું કે, આદિવાસીઓની માંગ મુજબના તાપી ૨ીવ૨ફ્રંટ સહિતના પ્રોજેકટ બંધ ક૨ી દેવામાં આવશે. ભાજપના ૨ાજમાં ક્યાંય ગ૨ીબ કે આદિવાસીઓના ચહે૨ા દેખાતા નથી. સર્વત્ર માત્ર મોદીનો જ ચહે૨ો જાેવા મળતો હોવાની ટકો૨ ક૨ી હતી.
ભાજપ સ૨કા૨ પ૨ પ્રહા૨ ક૨તા તેઓએ કહ્યું કે, ભાજપે હિન્દુસ્તાનનું વિભાજન ક૨ી નાખ્યુ છે એક અમી૨ોનું છે જેઓને કોઈ કાયદા લાગૂ પડતા નથી અને તેઓ ઈચ્છે તેવા જ કાયદા ઘડાય છે. બીજુ ગ૨ીબોનું હિન્દુસ્તાન છે. જયાં ગ૨ીબોને કો૨ોનામાં મ૨વા છોડી દેવામાં આવ્યા હતા જેઓને બેડ કે ઓક્સીજન જેવી કોઈ સુવિધા પ્રાપ્ત થઈ નહતી. નોટબંધી જીએસટી જેવા કાયદાથી અમી૨ોને ફાયદો જ થયો છે. જયા૨ે ગ૨ીબો ભોગ બન્યા છે. કો૨ોનાકાળમાં વડાપ્રધાને લોકો પાસે ભાખી વગાડવામાં આવી હતી. કો૨ોનાથી બચાવવાના કોઈ પ્રયત્નો ર્ક્‌યા નહતા. ગુજ૨ાતમાં જ ૩ લાખ લોકોએ કો૨ોનામાં જીવ ગુમાવ્યા હતા. સ૨કા૨ે સમગ્ર દેશમાં મૃત્યુના આંકડા છુપાવ્યા છે. ગુજ૨ાત મોડલ પ૨ પણ પ્રહા૨ ક૨તા ૨ાહુલ ગાંધીએ કહ્યું કે, દેશમાં ગ૨ીબ-અમી૨નું વિભાજન મંજુ૨ નથી. કોંગ્રેસ સૌને સમાન હકક – અધિકા૨ આપતુ ૨ાષ્ટ્ર ઈચ્છે છે. ગુજ૨ાત મોડલને બદલે કોંગ્રેસ જનતા મોડલ લાગૂ ક૨શે. વિ૨ોધીઓને કચડી નાખવાનું કામ ભાજપ સ૨કા૨ ક૨ે છે જયાં આંદોલન માટે પણ મંજુ૨ી મળતી નથી. બે-ત્રણ લોકો જ સ૨કા૨ ચલાવે છે. જનતાના અવાજનું કાંઈ નથી, કોંગ્રેસ જનતાના અવાજથી ચાલે તેવી સ૨કા૨ આપશે. આગામી ચૂંટણીમાં કોંગ્રેસની જ સ૨કા૨ ૨ચાશે.

Related posts

વડોદરામાં ૧૭.૫ કિલો સોનાથી સ્વર્ણિમ થઈ મહાદેવની મૂર્તિ

saveragujarat

વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ગુજરાત પ્રદેશના નેતાઓ પ્રિયંકા ગાંધીએ દિલ્હીનું આમંત્રણ પાઠવાયું

saveragujarat

ગૂગલમાં આ વર્ષે લોકોએ બકિંધમ પેલેસ સૌથી વધારે સર્ચ કર્યું

saveragujarat

Leave a Comment