Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

માસૂમને ર્નિદયતાથી મારવા બદલ આયાને ૪ વર્ષ જેલની સજા ફટકારી

સવેરા ગુજરાત,સુરત,તા.૧૭
સુરત શહેરના રાંદેર વિસ્તારમાં ૮ મહિના પહેલાં બનેલી એક ઘટનામાં માસૂમ બાળકને ર્નિદયતાથી માર મારવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી અને કાર્યવાહી કરવામાં આવી હતી. આ મામલે સુરતની કોર્ટે આરોપી આયાને ચાર વર્ષની કેદ અને પાંચ હજારનો દંડ ફટકારી સમાજમાં ઉદાહરણરૂપ દાખલો બેસાડ્યો છે.સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં રહેતા દંપતીએ બે સંતાનોની સારસંભાળ માટે આયાને નોકરી પર રાખી હતી અને એ જ મહિલા આયા બાળકને ગાલ પર તમાચા મારી પલંગ ઉપર પછાડતી હતી. જેને લઈને બાળકને બ્રેઇન હેમરેજ થઈ ગયું હતું. ત્યારબાદ દંપતીએ સીસીટીવી કેમેરો ચેક કરતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો.આ કેસમાં સરકાર તરફે એડવોકેટ નીતિન ચોવડિયાએ દલીલો કરી હતી. સુરત શહેરના રાંદેર પોલીસ સ્ટેશનની હદમાં આ ઘટના બની હતી. ફેબ્રુઆરી ૨૦૨૨માં પાલનપુર પાટિયા પાસે આવેલી હીમગિરી સોસાયટીના જલારામ જ્યોત એપાર્ટમેન્ટમાં રહેતા મિતેષ પટેલ નોકરિયાત છે. તેમના પરિવારમાં પત્ની શિવાની અને ૮ મહિનાના ટિ્‌વન્સ પુત્રો નિરવાન અને નિરમાન છે. તેમની પત્ની શિવાની પણ નોકરી કરે છે. બંને નોકરી કરતા હોવાથી સંતાનોની સારસંભાળ માટે કોમલ રવિ તાંદલેકરને આયા તરીકે નોકરી પર રાખી હતી.મિતેશ પટેલ અને શિવાની નોકરી પર જતા હતા. ત્યારબાદ આરોપી આયા કોમલ ૮ મહિનાના બાળકોને ર્નિદયતાપૂર્વક માર મારતી હતી. ૪ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ આયા કોમલે ટિ્‌વન્સ બાળકોમાંના નિરવાનને ર્નિદયતાથી માર મારીને ગાલ પર તમાચા માર્યા હતા અને કાન ખેંચ્યા હતા. આ ઉપરાંત નિરવાનને પલંગ ઉપર પછાડ્યો હતો. જેથી માસૂમ નિરવાનના માથામાં મૂઢમાર વાગવાથી તે બેભાન થઈ ગયો હતો. નિરવાનને હોસ્પિટલમાં લઈ જતા તેને ત્રણ જગ્યાએ બ્રેઈન હેમરેજ થયું હોવાનું સ્પષ્ટ થયું હતું. તે પહેલાં આયા પર શંકા હોવાથી મિતેશ પટેલે ઘરમાં સ્પાઈ કેમેરા મૂક્યા હતા. તેમાં સ્પષ્ટ દેખાતું હતું કે, કોમલ કેવી રીતે ર્નિદયતાપૂર્વક નિરવાનને મારે છે.ત્યારે આ સમગ્ર ઘટના મામલે રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. આરોપી આયા કોમલ વિરુદ્ધ માર મારવાનો અને હત્યાની કોશિષનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. રાંદેર પોલીસે કોમલની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી. આ કેસ સુરતની કોર્ટમાં ચાલ્યો હતો અને કોર્ટે આરોપી આયા કોમલને માર મારવાના ગુનામાં દોષી ઠેરવીને ૪ વર્ષની કેદની સજા અને ૫ હજારનો દંડ ફટકાર્યો હતો.

Related posts

સુરતના પાંડેસરામાં માતા-પુત્રી દુષ્કર્મ-હત્યા કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો,આરોપીને ફાંસી અને સહ આરોપીને આજીવન કેદ

saveragujarat

ગાંધીનગર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું

saveragujarat

રાહુલ ગાંધી લિગલ ટીમ સાથે સુરત આવશે

saveragujarat

Leave a Comment